હ્યુમન વેલફેર કમિટી ના સભ્યો દ્વારા પુર અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત, પુર પીડિતોને અનાજ, શિક્ષણ,કૃષિ તેમ જ જીવન જરૂરી સાધન સામગ્રી કીટનું વિતરણ કરવામાં આવ્યુ - At This Time

હ્યુમન વેલફેર કમિટી ના સભ્યો દ્વારા પુર અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત, પુર પીડિતોને અનાજ, શિક્ષણ,કૃષિ તેમ જ જીવન જરૂરી સાધન સામગ્રી કીટનું વિતરણ કરવામાં આવ્યુ


નર્મદા નદીમાં આવેલ વિનાશક પુરે ભરૂચ તેમ જ નર્મદાજિલ્લામાં ભારે તારાજી સર્જી છે આ વિનાશક પુરમા ભરૂચ તેમજ નર્મદા જિલ્લાના નદી કાંઠાના ગામોમાં ભારે નુકશાન થયું છે ત્યારે પુર અસરગ્રસ્ત વિસ્તારોમાં સામાજિક સંસ્થાઓ પીડિતોના વ્હારે આવી દરેક રીતે મદદરૂપ થઈ રહી છે ત્યારે હ્યુમન વેલફેર કમિટીની જુદી જુદી ટીમોના સભ્યો દ્વારા પુર અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ પુરમાં થયેલ નુકશાનનુ સર્વે કરી કમિટી સમક્ષ રજુ કરવામાં આવે છે અને તે પ્રમાણે પીડિતોને અનાજ, શિક્ષણ,કૃષિ કીટ,જીવન જરૂરી સાધન સામગ્રી, પલંગ, ગાદલાં તકીયા વગેરેની સહાય પુરી પાડવામાં આવી રહી છે ત્યારે હ્યુમન વેલફેર કમિટીના સભ્યો દ્વારા ઝઘડિયા તાલુકાના નદી કાંઠાના ગામો જુની તરસાલી અને મોટી ભાગોળ ગામની મુલાકાત લઈને પુરના પાણીમા થયેલ નુકશાનનું સર્વે કરવામાં આવ્યો હતો જેમાં મોટી ભાગોળ માં બે અને જુની તરસાલીમા આઠ જેટલા મકાનોને ભારે નુકશાન થયું છે તેમ જ ઘર વપરાશની ચીજ વસ્તુઓ, ઘર વખરીનો સમાન,ખેતી અને પશુપાલકોને નુકશાન થયુ હોવાનું ગ્રામજનો દ્વારા કમિટીના સભ્યો સમક્ષ રજુઆત કરવામાં આવી હતી.
મોટી ભાગોળ અને જુની તરસાલી ગામે કમિટીના સભ્યો ફારૂકભાઈ અદાત, જુનેદભાઈ પાંચભાયા,સાજીદભાઈ મુલ્લાં અને જીયાઉદદીન કાઝીએ મુલાકાત લીધી હતી.
ઉલ્લખનીય છે કે હ્યુમન વેલફેર કમિટી દ્વારા પુર અસરગ્રસ્ત વિસ્તારો માટે અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે જે પુર અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ સર્વે કરી પુર પીડિતોના નુક્શાન અને જરૂરીયાત મુજબ સમીક્ષા કરી કમિટી સમક્ષ રજુ કરે છે અને કમિટી એ પ્રમાણે પુર પીડિતોને સહાય કરે છે

મલેક યસદાની
At this time , ભરૂચ
7043265606


7043265606
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.