રાજકોટ શહેરમાં ટ્રાફિક પોલીસ ઇન્ટર સ્કૂલ - કોલેજ ક્વિઝ સ્પર્ધા યોજી વિજેતાને ટ્રાફિક જીનીયસ જાહેર કરશે. ટ્રાફિકના નિયમોનું પાલન કરનારનું અભિવાદન કરી તેમને ટ્રાફિક સ્માર્ટ નાગરિક તરીકે નવાજવામાં આવશે. - At This Time

રાજકોટ શહેરમાં ટ્રાફિક પોલીસ ઇન્ટર સ્કૂલ – કોલેજ ક્વિઝ સ્પર્ધા યોજી વિજેતાને ટ્રાફિક જીનીયસ જાહેર કરશે. ટ્રાફિકના નિયમોનું પાલન કરનારનું અભિવાદન કરી તેમને ટ્રાફિક સ્માર્ટ નાગરિક તરીકે નવાજવામાં આવશે.


રાજકોટ પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવની સૂચનાથી તથા એડિશનલ પોલીસ કમિશનર વિધિ ચૌધરીના માર્ગદર્શન હેઠળ ડીસીપી પૂજા યાદવની આગેવાનીમાં રાજકોટ સિટી ટ્રાફિક જીનીયસ પ્રોજેક્ટ શરુ કરાયો છે. જેમાં રાજકોટ ની તમામ સ્કૂલ, કોલેજમાં ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમ કરવામાં આવશે. ઇન્ટર સ્કૂલ, કોલેજમાં ક્વિઝ કરાવી ટ્રાફિક જીનીયસ જાહેર કરવામાં આવશે. ટ્રાફિકના નિયમોનું પાલન કરનારનું અભિવાદન કરવામાં આવશે અને તેમને ટ્રાફિક સ્માર્ટ નાગરિક તરીકે નવાજવામાં આવશે. અને તેમના ફોટો મીડિયામાં આપવામાં આવશે. આગામી 30 ઓક્ટોબરના રોજ ટ્રાફિક જીનીયસ જાહેર કરવામાં આવશે. તેના સિલેબસ (અભ્યાસ ક્રમ)માં સેન્ટ્રલ મોટર વેહિકલ એક્ટ, ડ્રાઇવિંગ રૂલ્સ તથા રોડ સાઈનેજિસ રહેશે.

♦ નાગરિકો સાથે કેવું વર્તન કરવું: 200 ટીઆરબી જવાનોને તાલીમ અપાઈ
► વાહન ચાલકોની સાથે ઘર્ષણ કેમ ટાળવું તે બાબતે તથા ફરજ ઉપર મોબાઈલનો ઉપયોગ મર્યાદિત કરવા સમજ અપાઈ

રાજકોટ,
ટ્રાફિક ડીસીપી પૂજા યાદવના માર્ગદર્શન હેઠળ એસીપી ટ્રાફિક જે. બી. ગઢવી અને તેમની ટીમ દ્વારા 200 ટીઆરબી જવાનોને તાલીમ અપાઈ છે. ટીઆરબીએ આમજનતા સાથે કેવી રીતે વર્તવું? કઈ રીતે આમજનતા સાથે બિનજરૂરી સંઘર્ષ ટાળવો. વગેરે બાબતે પોલીસ હેડ કવાર્ટર ખાતે તાલીમ ભવનમાં ટીઆરબી જવાનોને તાલીમ આપવામાં આવી હતી. આ માટે બપોરે 3 કલાકથી સાંજે 4.30 સુધી સેમિનાર રાખવામાં આવેલ હતો. આ સેમિનારમાં મીનુ જસદણયા, ગેસ્ટ લેકચર મહિલા કોલેજ, જે વી શાહ રિટાયર્ડ આરટીઓ તથા એસીપી ટ્રાફિક જે. બી. ગઢવીએ પબ્લિક સાથે કેમ વર્તવું તથા ઘર્ષણ કેમ ટાળવું તે બાબતે તથા ફરજ ઉપર મોબાઈલનો ઉપયોગ મર્યાદિત કરવા તથા ઉપરી અધિકારીની ગાડી પસાર થાય ત્યારે
સાવધાન થઈ સેલ્યૂટ કરવા વગેરે બાબતે વિગતવાર સમજ આપી હતી.


9662147186
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.