'હર હર શંભૂ' સિંગર ફરમાની નાઝ વધુ એક હિન્દુ ભજન યુ-ટયુબ ઉપર રીલીઝ કરશે - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/farmani-naazs-new-song-hare-krishna-hare-krishna-to-be-soon-released-on-you-tube/" left="-10"]

‘હર હર શંભૂ’ સિંગર ફરમાની નાઝ વધુ એક હિન્દુ ભજન યુ-ટયુબ ઉપર રીલીઝ કરશે


- 'હર હર શંભૂ' ગીત માટે ઉલેમાએ ફરમાની નાઝનો વિરોધ કર્યો હતોમુઝફ્ફરનગર, તા. 05 ઓગસ્ટ 2022, શુક્રવારકાવડ યાત્રા દરમિયાન 'હર હર શંભૂ' ગીત ગાઈને ચર્ચામાં આવેલી યુ-ટયુબ ગાયિકા ફરમાની નાઝે હવે 'હરે કૃષ્ણા હરે કૃષ્ણા' નામથી ભજન રેકોર્ડ કર્યું છે. ટૂંક સમયમાં તેમની યૂ-ટયૂબ ચેનલ ઉપર આ ભજન અપલોડ કરવામાં આવશે.મુઝફ્ફરનગરના રતનપુરી વિસ્તારના મોહમ્મદપુર ખાતેના માફી ગામની રહેવાસી ફરમાની નાઝે પોતાના સુરીલા અવાજથી નવી ઓળખ બનાવી છે. તેમના અવાજને યૂ-ટ્યૂબ ઉપર ખૂબ જ પસંદ કરવામાં આવી રહ્યો છે.ફરમાની નાઝને કાવડ યાત્રા દરમિયાન 'હર હર શંભૂ' ગીત ગાયા બાદ વિરોધનો સામનો કરવો પડ્યો હતો. ઉલેમાએ તેમના આ પ્રકારના ગીતો ઉપર પ્રશ્નો ઉભા કર્યા હતા. તેના અનુસંધાને ફરમાની નાઝે કહ્યું હતું કે, તે માત્ર એક કલાકાર છે.ફરમાની નાઝ અને તેમના ભાઈ ફરમાન નાઝે જણાવ્યું છે કે, શ્રી કૃષ્ણ જન્માષ્ટમી પહેલા તેઓ 'હરે કૃષ્ણા હરે કૃષ્ણા' ભજન રિલીઝ કરશે. તેમને ગીતની રેકેર્ડિંગ કરી લીધી છે. આ ભજન શુક્રવારના રોજ રિલીઝ થવાની શક્યતા છે.મદીના ઉપર નઝમ ગાઈફરમાન નાઝે જણાવ્યું હતું કે, ટૂંક સમયમાં બે નઝમ પણ રિલીઝ થશે. તેમાં શહર-એ-મદીના અને અન્ય એક નઝમનો સમાવેશ થાય છે.ફરમાનીના નામે નકલી ટ્વિટફરમાનીના નામે બે દિવસ પહેલા ધર્મને અનુલક્ષીને ટિપ્પણી કરતું એક નકલી ટ્વિટ કરવામાં આવ્યુ હતું. ફરમાની નાઝે પોતે વીડિયો બનાવીને આ ટીપ્પણીને નકારી કાઢી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]