લાલપુર તાલુકાના પડાણા ગામમાં ગેસ રિફિલિંગ કૌભાંડ ઝડપાયું : એકની અટકાયત

લાલપુર તાલુકાના પડાણા ગામમાં ગેસ રિફિલિંગ કૌભાંડ ઝડપાયું : એકની અટકાયત


જામનગર,તા.05 ઓગષ્ટ 2022,શુક્રવાર જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના પડાણા ( મેઘપર ) ગામ માં ગેસ રિફીલિંગ કૌભાંડ ચાલતું હોવાની માહિતીના આધારે એલસીબી પોલીસે દરોડો પાડી ૨૬ નંગ ખાલી - ભરેલા બાટલા અને રિફીલિંગની સાધન સામગ્રી કબજે કરી એક આરોપીની અટક કરી હતી.જામનગર સ્થાનિક ગુના શોધક શાખાના સ્ટાફને બાતમી ની મળી હતી કે પડાણા (મેઘપર  )ગામમાં ગેસ રીફીલિંગ નું કૌભાંડ ચાલી રહ્યું છે. અને રામસ્વરૂપ મદનલાલ પારીકે નામનો શખ્સ ભરેલા ગેસ ના બાટલા માંથી ગેસનું અને ખાલી બાટલામાં રીફિલિંગ કરી રહ્યો હોવાનો જણાતા ત પોલીસે ૧૦ નંગ  ભરેલા બાટલા તથા ૧૬ નંગ ખાલી બાટલા મળી કુલ ૨૬ નંગ ગેસના બાટલા કબજે કર્યા હતા. અને રામસ્વરૂપ પારીકેની અટક કરી હતી. પોલીસે  ૨૬ નંગ બાટલા ઉપરાંત ગેસ રિફિલિંગ ની સાધન સામગ્રી મળીને કુલ રૂપિયા ૬૧૫૦૦ ની કિંમત નો મુદામાંલ શક પડતી મિલકત તરીકે કબજે કર્યો છે.અને વધુ તપાસ હાથ ધરી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »