જામજોધપુરના માર્કેટિંગ યાર્ડમાં દુકાનમાં જુગાર રમતાં સાત વેપારીઓ ઝડપાયા

જામજોધપુરના માર્કેટિંગ યાર્ડમાં દુકાનમાં જુગાર રમતાં સાત વેપારીઓ ઝડપાયા


જામનગર,તા.05 ઓગષ્ટ 2022,શુક્રવારજામનગર જિલ્લાના જામજોધપુર માર્કેટિંગ યાર્ડની એક દુકાનમાં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે સ્થાનિક પોલીસે દરોડો પાડયો હતો. અને સાત શખ્સોને ઝડપી લઇ રૂ.૧ લાખ ૮૬ હજારની રોકડ ઉપરાંત મોબાઇલ અને મોટરકાર મળી કુલ રૂ. સાડા પાંચ લાખની કિંમતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.જામજોધપુર માર્કેટ યાર્ડની એક દુકાનમાં કેટલાક વેપારીઓ એકત્ર થયા છે. અને ગંજીપાનાથી જુગાર રમી રહ્યા છે. તેવી બાતમીના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર બી.એન.ચૌહાણ તથા પો.સબ.ઇન્સ.ઇન્સ્પેક્ટર કે.સી.વાઘેલા અને સ્ટાફે દરોડો પાડ્યો હતો. અને ગંજીપાનાથી જુગાર રમી રહેલા પ્રિતેશ ઉર્ફે શૈલેષ રસિકભાઈ ભાલોડીયા, અમિત જગદીશભાઈ ખાંટ, શ્યામ અતુલભાઇ માણાવદરિયા, પિયુષ શાંતિલાલ ભુવા, કમલેશ રમણીકભાઈ હિંસું, ભાવેશ મોહનભાઈ વડાલીયા અને ભાવિન મનસુખભાઈ ખાંટને ઝડપી પાડ્યા હતા.પોલીસે જુગારના સ્થળેથી રૂ.૧,૮૬,૨૨૦ ની રોકડ રકમ ૭૦ હજારની કિંમતના સાત નંગ મોબાઈલ ફોન તથા ત્રણ લાખની કિંમતની એક મોટર કાર મળી કુલ રૂપિયા ૫,૫૬,૨૨૦ની કિંમતનો મુદામાલ કબ્જે કર્યો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »