સોમનાથ ખાતે દક્ષિણનાં વેદ પંડિતો દ્વારા અતિરુદ્ર યજ્ઞ અને વિશ્વશાંતિ માટે અનુષ્ઠાન - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/eynkycx8cf1jgjw8/" left="-10"]

સોમનાથ ખાતે દક્ષિણનાં વેદ પંડિતો દ્વારા અતિરુદ્ર યજ્ઞ અને વિશ્વશાંતિ માટે અનુષ્ઠાન


સોમનાથ ખાતે દક્ષિણનાં વેદ પંડિતો દ્વારા અતિરુદ્ર યજ્ઞ અને વિશ્વશાંતિ માટે અનુષ્ઠાન

વિશ્વમાં શાંતિ સ્થપાઈ અને ભારતનું ભવિષ્ય ઉજ્જવળ બનતું જ રહે તેવા સંકલ્પ સાથે અભિયાન હાથ ધરાયું

પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરે વેદ પારાયાણ સત્સંગ મંડળ - ચેન્નાઇ, દક્ષિણ ભારતના સત્સંગીઓ અને પંડિતો દ્વારા મહા ધાર્મિક કાર્યક્રમ સોમનાથ ટુરિસ્ટ ફેસિલિટીમાં ચાલી રહ્યો છે.જેમાં 400 જેટલા સત્સંગીઓએ તમિલનાડુ, કેરાલા, કર્ણાટક, આંધ્રા અને મહારાષ્ટ્ર સહિતના રાજ્યોમાંથી ભાગ લઈ રહ્યા છે.તા.28 થી 8 સુધી યોજાનાર આ મહોત્સવ અંગે માહિતી આપતા આયોજન હરીકૃષ્ણ અય્યરે જણાવ્યું હતું કે બાર જ્યોતિર્લિંગમાં આવું ધર્મકાર્ય કરવાનુ અમારું પ્રયોજન છે.જેમાં અતીરુદ્ર યજ્ઞ સપ્ત સદી પારાયણ હવન ,100 કરોડની સંખ્યામાં સહસ્ત્ર નામાવલી પાઠ અને 14641 રુદ્ર પાઠ અગિયાર દિવસમાં અહી કરાશે.ઉપરાંત 7 નવેમ્બરે ચંડી હવન ,ઉપનિષદ પાઠ, સૂર્યનમસ્કાર કરાશે.આમ, સવારે 5:30 વાગ્યા થી બપોરે 12 વાગ્યા સુધી અને સાંજે 3 થી 7 વાગ્યા સુધી વિવિધ અનુષ્ઠાન કરાઇ રહ્યા છે.વિશ્વમાં શાંતિ સ્થપાઈ અને ભારતનું ભવિષ્ય ઉજ્જવળ બનતું જ રહે તેવા સંકલ્પ સાથે અભિયાન હાથ ધરાયું છે.જે 5 વર્ષમાં પૂર્ણ કરવાનો અમારો લક્ષ્યાંક હતો પરંતુ કોરોનાનાં કારણે 2 વર્ષ ધર્મકાર્ય થઇ શક્યા નથી.સોમનાથ ખાતે આ 18મો ઉપક્રમ છે.ઉપરાંત 12 માંથી હજુ 3 જ્યોતિર્લિંગ બાકી છે.આ કાર્યમાં સૌ સ્વખર્ચે અને સમર્પિત ભાવથી જોડાય છે.તદુપરાંત સહભાગી થનાર લોકોમાં ઉચ્ચ પદવી ધરાવતા લોકો પણ છે.રેશમી ધોતી, મંત્રોચ્ચાર અને કતારબદ્ધ વેદ પારાયણ સોમનાથ ખાતે અમોને અનોખી અનુભૂતિ કરાવે છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]