માળીયા હાટીના તાલુકાના નાનકડા કાત્રાસા ગામનો નવ યુવાન બન્યો ડો. એમ એસ સર્જન - At This Time

માળીયા હાટીના તાલુકાના નાનકડા કાત્રાસા ગામનો નવ યુવાન બન્યો ડો. એમ એસ સર્જન


કાત્રાસા ગામનો નવ યુવાન ડો. એમ એસ સર્જન બનતા સમગ્ર માળીયા હાટીના તાલુકાનું નામ રોશન કર્યું

માળીયા હાટીના તાલુકા કાત્રાસા ગામના વતની કારડીયા રાજપૂત સમાજ ના આગેવાન અને જુનાગઢ જીલ્લા ના સહકારી ક્ષેત્રના પીઢ આગેવાન અને ગુજરાત પ્રદેશ ભાજપ ના આગેવાન લક્ષ્મણભાઇ યાદવના નાના ભાઈ માળીયા હાટીના તાલુકા પંચાયત ઉપ પ્રમુખ કાનજીભાઈ યાદવનો મોટો દીકરા ડો. જયદીપસિંહ કાનજી ભાઈ યાદવ એ તાજેતર માં એમ એસ સર્જન ની પરીક્ષા માં પાસ થતા સમગ્ર માળીયા હાટીના પંથક માં ખુશી નો માહોલ છવાયો છે

ડો. જયદીપસિંહ કાનજી ભાઈ યાદવ એમ એસ સર્જન ની પરીક્ષા પાસ થતા આ સમાચાર માળીયા હાટીના તાલુકા પંથક માં વાયુ વેગે સમાચાર મળતા રાજકીય આગેવાનો , સામાજીક સંસ્થાના આગેવાનો, તેમજ સગા સબંધી અને મિત્રો મંડળ દ્વારા હાર્દીક શુભેચ્છાઓ આપવામાં આવી હતી

📷 કેમેરામેન ભાવિન ઠકરાર

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો.98255 18418
મો.75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.