આટકોટમાં બાઇક સ્લીપ થઇ દિવાલ સાથે અથડાતા એક વ્યક્તિનું મોત - At This Time

આટકોટમાં બાઇક સ્લીપ થઇ દિવાલ સાથે અથડાતા એક વ્યક્તિનું મોત


આટકોટ જસદણ રોડ પર પેટ્રોલ પંપ પાસે બાઈક સ્લીપ થતા બાઈક ચાલક સામેની દીવાલ સાથે અથડાતા ઘવાયેલા બાઇક ચાલકનું મોત થયું હતું. આટકોટ જસદણ રોડ ઉપર જસદણ તરફથી આવતા ભગવાનભાઈ રાવતભાઇ ડાંગર ઉંમર વર્ષ ૫૦ માતાજીના માંડવામાંથી આટકોટ તરફ આવતા હોય પેટ્રોલ પંપ પાસે બાઈક સ્લીપ થઇ ત્યારે સામેની દીવાલ સાથે તેમનું માથું ભટકાતા માથાના ભાગે ગંભીર ઈજા થતાં તેમને ૧૦૮ નાં એમટી ડોક્ટર રાહુલભાઈ કુબાવત પાયલોટ પંકજભાઈ પરમાર તાત્કાલિક સારવાર અને જસદણની સરકારી હોસ્પિટલ એડમિટ કર્યા હતા. અને ગંભીર ઇજા હોવાથી સારવાર બાદ સીટી સ્કેન માટે ડો મૈત્રી દ્વારા તેમને રાજકોટ ખસેડવામાં આવ્યા હતા, પણ ત્યાં સારવાર દરમિયાન દરમિયાન ભગવાનજીભાઈનું મોત નીપજ્યું હતું મૃતકને પરિવારમાં તેમને બે પુત્ર હોવાનું જાણવા મળ્યું છે વધુ તપાસ આટકોટ પોલીસ ચલાવી રહી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.