ગીર સોમનાથ જિલ્લાનાં કોડીનાર તાલુકાનાં ડોળાસા ઞામે ગઈકાલે સાંજનાં 4 વાગ્યે અચાનક વીજળીનાં કડાકા-ભડાકા સાથે વરસાદ પડતાં એક ખેડૂતની ભેંસ મોતને ભેટી લોકોમાં ડરનો માહોલ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/eu1brhoyge56x3ii/" left="-10"]

ગીર સોમનાથ જિલ્લાનાં કોડીનાર તાલુકાનાં ડોળાસા ઞામે ગઈકાલે સાંજનાં 4 વાગ્યે અચાનક વીજળીનાં કડાકા-ભડાકા સાથે વરસાદ પડતાં એક ખેડૂતની ભેંસ મોતને ભેટી લોકોમાં ડરનો માહોલ


તા:12 ગીર સોમનાથ જિલ્લાનાં કોડીનાર તાલુકાનાં ડોળાસા ગામે આવતીકાલે 4 થી 5 વાગ્યાનાં અરસામાં ધિમીધારે વરસાદ શરૂ થતાં અચાનક વાતાવરણમાં પલટો આવતાં વીજળીનાં કડાકા-ભડાકા સાથે આજુબાજુ ગ્રામ્ય વિસ્તાર બોડીદર સોનપરા ઝાંઝરીયા આલિદર બોડવા જેવાં અનેક ઞામોમાં 1 થી 2 ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો ગામમાં અચાનક વાતાવરણ એક ખેડૂત પોતાની વાડી વિસ્તારમાં કામ કરતાં હોય જ્યાં અચાનક વીજળી આકાશમાંથી જમીન ઉપર ત્રાટકતાં વીજળી સિધી ભેંસ ઉપર પડતાં આ ભેંસનું ઘટનાં સ્થળે જ મોતને ભેટી પડી હતી આ ખેડૂત પાસેથી એવું જાણવા મળ્યું હતું કે પોતાની માલિકીની ભેસ હોય જેમની કિંમત પણ અંદાજ એક લાખ રૂપિયા જેવી થતી હોય છે ત્યારે આ ખેડૂત ચિંતામાં મુકાયા હતાં આ ખેડૂત ને સરકાર સહાય ચુકવવામાં આવે અને જેમાં ઞીર ગઢડા ઉના અને કોડીનાર તાલુકામાં સતત વરસાદ શરુ રહેતાં આજે ખેડૂતોનાં હાથમાં આવેલ ખેતીવાડીનો પાક છિનવાઈ જવાનો ખેડૂતોમાં ડર દેખાઈ રહ્યો છે આજે સતત વરસાદ હોવાનાં કારણે ખેડૂતોમાં પણ નિરાશા જોવા મળે છે

ત્યારબાદ ગીર ગઢડા ઉના કોડીનાર તાલુકાનાં ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂતો પાસેથી એવું પણ જાણવા મળ્યું હતું જો આવી જ રીતે સતત વરસાદ શરું રહ્યો તો ખેડૂતોનો હાથમાં આવેલો પાક સો ટકા નિષ્ફળ જવાનું દેખાઈ રહ્યું છે ખેડૂતોનાં ખેતીવાડી પાકમાં આજે સવારથી જ વરસાદ પડતાં આજુબાજુ ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદનાં પાણીથી રોડ નદી નાળા વહેતાં થયા હતાં જેમાં હાલ ખેડૂતોનાં ખેતીવાડી પાકમાં મગફળી સોયાબીન કપાસ નું વાવેતર હોય આ પાક હાલ ખેતરમાં બળતાં જોવાં મળે છે જેથી કરીને આ બિચારો બાપલીયો ખેડૂત ચિંતામાં મુકાયો છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા ખેતીવાડીનું જલ્દી સર્વે કરાવે અને ઞીર ઞઢડા ઉના કોડીનાર જેવાં તાલુકામાં ગ્રામ્ય વિસ્તારને અતિવૃષ્ટિ જાહેર કરીને ખેડૂતોને ખેતીવાડીની સહાય આપે એવી પણ ખેડૂતોએ માંઞ કરી છે પાક નિષ્ફળ માટેની અનેક વખત લેખિતમાં મૌખિકમાં રજૂઆત કરવા છતાં પણ આજ સુધી ખેડૂતોને પાક નિષ્ફળનું સર્વે પણ કરવામાં આવ્યું નથી તેમજ સહાય ચૂકવવામાં અધિકારીઓ કે સરકારનાં પેટમાં પાણી પણ હલતું નથી ત્યારે ખેડૂતોમાં રોષ પણ જોવાં મળે છે જેથી કરીને ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતોની ખેતીવાડીમાં સર્વે કરાવે અને ખેડૂતોને સરકાર જલ્દી પાક નુકસાનીનું વળતર ચુકવવામાં આવે એવી પણ ખેડૂતોએ માંઞણી કરી છે

પ્રેસ રિપોર્ટર ડિ.કે વાળા ઞીર ઞઢડા ઞીર સોમનાથ
મોં 8780138711/6353343852


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]