ગુજરાતની ગરિમાને ડાઘ લગાડતી ઘટનાઓનો સિલસિલો* શું ગાંધીના ગુજરાતની અસ્મિતાનો અસ્ત થઇ રહયો છે?-મુકેશ છતાણી - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/6xukiglgpm9eh1hm/" left="-10"]

ગુજરાતની ગરિમાને ડાઘ લગાડતી ઘટનાઓનો સિલસિલો* શું ગાંધીના ગુજરાતની અસ્મિતાનો અસ્ત થઇ રહયો છે?-મુકેશ છતાણી


ગુજરાતની ગરિમાને ડાઘ લગાડતી ઘટનાઓનો સિલસિલો
શું ગાંધીના ગુજરાતની અસ્મિતાનો અસ્ત થઇ રહયો છે?-મુકેશ છતાણી
જે ગુજરાત માટે રવિશંકર મહારાજે સંઘષૅ કર્યો હતો .તે ગુજરાતની અસ્મિતાને આજે જાણે કોઈ નજર લાગી રહી હોય તેવું લાગી રહયુ છે.છેલ્લે જે ઘટનાઓ બની રહી છે તે પરથી એમ લાગી રહયુ છે.ખમીરવંતી ગુજરાતની પ્રજાનું મસ્તક શરમથી ઝુકી પડયુ છે.
*(૧) નશીલી દવાઓની ભરમાર*
ગુજરાત જાણે બીજું ઉડતા પંજાબની જેમ બની રહયુ હોય એમ લાગે છે , ગુજરાત ATS અને મુંબઈના એન્ટી-નાર્કોટિક સેલ (ANC) દ્વારા અલગ-અલગ દરોડામાં લગભગ અંદાજે રૂ. ૩૦૦૦ કરોડની કિંમતનું ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે છાશવારે પકડાતા આ ડ્રગ્સ આજના યુવાધનને નશાથી મુર્છિત કરી નશીલું ગુજરાત બનાવી દેવાના સંકેત છે
*(૨) લઠ્ઠા યુકત ગુજરાત*
રાજ્યમાં કેમીકલ યુક્ત માદક દ્રવ્ય ના સેવનથી સર્જાયેલી ઘટના સાથે નશાયુક્ત પદાર્થોના ગેરકાયદે વેચાણને લીધે બોટાદ તાલુકામાં કેટલાય લોકોએ જીવ ગુમાવ્યો છે.લઠ્ઠાકાંડને કારણે દારૂબંધીના કાયદાને ચિથરેહાલ જોવા મળેલ એમ લાગે છે ગાંધીના ગુજરાતને નશીલી દારૂનું વળગણ લાગેલ છે એમ કહેવું પડે છે.
*(૩) એક ગુજરાતણની વ્યથા*
બિલ્કીસ બાનો, જે અમાનવીય ઘટનાની ભોગ બનેલી હતી તેના પરિવારના 14 સભ્યોને 2002ના ગુજરાત રાજ્યમાં જાતિગત રમખાણો દરમિયાન કોઈ ટોળા દ્વારા હત્યા કરવામાં આવી હતી,
15 ઑગસ્ટના રોજ, બળાત્કાર અને હત્યાના કેસમાં આજીવન કેદની સજા ભોગવતા 11 દોષિતો જયારે જેલમાંથી બહાર આવે છે ત્યારે તેનું સ્વાગત કરવામાં આવે છે . સંબંધીઓએ મીઠાઈ વેંચી અને સારૂ કાર્ય કર્યું હોય તે માટે આદર દર્શાવવા તેમના પગ સ્પર્શ કર્યા.
પોતાની નજર સામે પટકી પટકીને દિકરીને મારી નાખનારાઓ દોષિતોની મુક્તિએ કોઈપણના પણ મનને હચમચાવી નાખવાની વાત છે.શું આ છે ગુજરાતીઓની ઓળખ?
*(૪)મેહુલ-સાજન વિવાદ*
સુરતની ઘટનાએ સુશાસનની એક કલંકિત બાજુ બતાવી દીધી.એક ધારાશાસ્ત્રી પર ખુલ્લેઆમ હુમલા પછી કેટલીક જગ્યાએ સમાજ પર હુમલો છે અને જ્ઞાતિવાદ બંધ કરો જેવા ઉશ્કેરણીજનક નિવેદનો એ સુરતની જ ખુબસુરતી પર જ નહી પણ ગુજરાતના ચહેરાને કદરૂપો બનાવવા સમાન હતા.આ લડાઇ એ ભ્રષ્ટ શાસનને ભસ્મીભૂત કરવાની વાત લઈને આવે છે પણ શું તેમાં એક ગુજરાતીની શું ફરજ હશે તે નિભાવવામાં આવશે કે નહી???
અંતે આ ગુજરાતમાં વેલસેટ એક પોલીસ અધિકારીને સુસાઈડ કરવાની સ્થિતિ આવતી હોય તો એક નજર એ તરફ પણ કરીએ કે બેરોજગારોની ફૌજ પાસે આત્મહત્યા અથવા ગુન્હાખોરી બે જ વિકલ્પો રહેતા હોય છે.જરૂર છે એક સાચી દિશાની ,નહીતર ગરબાના તાલે રમઝટ બોલાવતી આ પેઢી અમેરીકન કલ્ચરની જેમ હાથમાં હથિયારો સાથે શુટ આઉટ કરતી જોવા મળશે.

રિપોર્ટ હરેશ મહેતા વિસાવદર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]