લાકડિયા પ્રા.કન્યા શાળા માં લોકશાહી ના પર્વ ની ઉજવણી કરવામાં આવી - At This Time

લાકડિયા પ્રા.કન્યા શાળા માં લોકશાહી ના પર્વ ની ઉજવણી કરવામાં આવી


શ્રી લાકડિયા પ્રા.કન્યા શાળા માં લોકશાહી ના પર્વ ની ઉજવણી કરવામાં આવી. શાળા ની બાળ સંસદ ના અધ્યક્ષ ની ચૂંટણી કરવામાં આવી.
ભચાઉ તાલુકા ના લાકડિયા ગામ ની લાકડિયા પ્રા.કન્યા શાળા ના બાળકો લોકશાહી નું મહત્વ સમજે તે હેતુ થી શાળા ની બાળ સંસદ ના અધ્યક્ષ ની ચૂંટણી ની પ્રવુતિ યોજવામાં આવી હતી.
ભારતીય ચૂંટણી પંચ ના માન્ય નિયમો થી ચુંટણી યોજી ને બાળકો ને સમગ્ર પ્રક્રિયા માં જાત અનુભવ કરી ને લોકશાહી ના પર્વ ની ઉજવણી કરવામાં આવી.
જેમાં ૮ ઉમેદવાર નામ નોંધણી કરાવી હતી.ધોરણ 6 થી 8 ના બાળકો મતદાર તરીકે અનુભવ મેળવ્યો.
સમગ્ર પ્રવુતિ નું માર્ગદર્શન શાળા ના આચાર્ય શ્રી જે.બી.રાઠોડ પૂરું પાડ્યું હતુ. શાળા ના સમગ્ર શિક્ષક ગણ પ્રવુતિ માં ભાગીદારી નોંધાવી હતી.લાકડિયા પોલીસ સ્ટેશન ના પોલીસ કર્મી દીપકભાઈ સાહેબ અને ચૌધરી સાહેબ હાજરી આપી હતી.
સમગ્ર પ્રવૃત્તિ નું સંચાલન શાળા ના મદદનીશ શિક્ષક નીતિનભાઈ વાઘેલા કર્યું હતું.

રિપોર્ટર : પ્રકાશકુમાર શ્રીમાળી
એટ ધીશ ટાઈમ ન્યૂઝ ભચાઉ
મો :9427392494


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.