બોટાદના નાની વિરવા ગામની પ્રાથમિક શાળા ખાતે સમર્પણ મતદાન બુથની મુલાકાત લેતાં જિલ્લા ચૂંટણી અધિકારી બિજલ શાહ - At This Time

બોટાદના નાની વિરવા ગામની પ્રાથમિક શાળા ખાતે સમર્પણ મતદાન બુથની મુલાકાત લેતાં જિલ્લા ચૂંટણી અધિકારી બિજલ શાહ


જિલ્લા ચૂંટણી અધિકારીના હસ્તે ગામના સરપંચશ્રીને મતદાન કરવા બદલ પુષ્પ અને પ્રશસ્તિ પત્ર વડે સન્માનિત કરાયા

મહત્તમ મતદાન થાય તે માટે સમર્પણ બૂથ દ્વારા કરાઈ છે વિશિષ્ટ વ્યવસ્થા

વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ અન્વયે બોટાદ જિલ્લામાં મહત્તમ મતદાન થાય તે હેતુથી ચૂંટણી અધિકારીશ્રી અને કલેક્ટરશ્રી બિજલ શાહનો નવતર અભિગમ એટલે સમર્પણ મતદાન મથક. ત્યારે જિલ્લા ચૂંટણી અધિકારી બિજલ શાહે બોટાદના નાની વિરવા ગામે તૈયાર કરાયેલા સમર્પણ મતદાન મથકની મુલાકાત લીધી હતી.

જિલ્લા ચૂંટણી અધિકારીએ સમર્પણ મતદાન મથક ખાતે ફરજ પર રહેલા પ્રિસાઈડિંગ ઓફિસર અને કર્મચારીઓને માર્ગદર્શિત કર્યા હતા. આ તકે જિલ્લા ચૂંટણી અધિકારીના હસ્તે મતદાર એવાં ગામના સરપંચશ્રીને મતદાન કરવા બદલ પુષ્પ અને પ્રશસ્તિ પત્ર વડે સન્માનિત કરાયા હતા. નાની વિરવા ગામ ખાતે કુલ ૨૭૪ મતદારો નોંધાયેલા છે. અત્રે ઉલ્લેખનીય છે કે બોટાદ જિલ્લાની બંને વિધાનસભા બેઠકો માટે કુલ છ સમર્પણ બુથ તૈયાર કરાયા છે. જ્યાં મતદાન કરવા આવતા મતદારોનું જિલ્લા કલેક્ટરના હસ્તાક્ષર ધરાવતો પ્રશસ્તિ પત્ર અને પુષ્પ આપી સત્કાર કરવામાં આવી રહ્યું છે.

બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.