કાલાવડ રોડ હાઇવે પર ખીરસરા ચેક પોસ્ટ ખાતે બે શખ્સો કારમાં રૂ.10 લાખ રોકડ લઈ જતા ચેકપોસ્ટ પર પકડાયા - At This Time

કાલાવડ રોડ હાઇવે પર ખીરસરા ચેક પોસ્ટ ખાતે બે શખ્સો કારમાં રૂ.10 લાખ રોકડ લઈ જતા ચેકપોસ્ટ પર પકડાયા


ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ ચરણનું મતદાન શરુ થવાને હવે ગણતરીના કલાકો બાકી છે ત્યારે રાજકોટમાં મતદાનની આગલી રાત્રે મોટી માત્રામાં રોકડ રકમ ઝડપાઇ છે. જ્યાં કાલાવડ રોડ હાઇવે પર ખીરસરા ચેક પોસ્ટ ખાતે બે શખ્સો કારમાં રૂ.10 લાખ રોકડ લઈ જતા ચેકપોસ્ટ પર પકડાયા છે. જેની જાણ પોલીસ દ્વારા ઇન્કમ ટેક્સ વિભાગને જાણ કરવામાં આવી છે અને આ ઇન્કમ ટેક્સ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. જેમાં રોકડ રકમ અંગે દસ્તાવેજી પુરાવા માંગવામાં આવ્યા સીજે. હાલ ખીરસરા પોલીસ ચોકી ખાતે ઇન્કમ ટેક્સ વિભાગના અધિકારીઓ પહોંચ્યા અને તપાસમાં જોડાયા છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon