વિસાવદર તાલુકાના મોણીયા (નાગબાઈ ) ખાતે તૃતીય સમૂહ લગ્ન સંપન્ન. - At This Time

વિસાવદર તાલુકાના મોણીયા (નાગબાઈ ) ખાતે તૃતીય સમૂહ લગ્ન સંપન્ન.


વિસાવદર તાલુકાના મોણીયા (નાગબાઈ ) ખાતે તૃતીય સમૂહ લગ્ન સંપન્ન.વિસાવદર તાલુકાના મોણીયા ( નાગબાઈ )ના આજે શ્રી લીલાધર બાપા અન્નક્ષેત્ર આયોજિત તૃતીય સમૂહ લગ્નનુ ભવ્ય આયોજન કેશવ બારોટ દ્વવારા કરવામાં આવ્યું હતું.આ સમૂહ લગ્નોત્સવમા 5 નવદંપત્તિઓએ પ્રભુતામાં પગલાં પડ્યા હતા. બહોળી સંખ્યામા આગેવાનો, વડીલો, અગ્રણીઓ, રાજકીય આગેવાનો ભાઈઓ બહેનો હાજર રહ્યા હતા.તેમજ નવદંપત્તિઓને આર્શીવાદ આપ્યા હતા વિશેષમા વિસાવદર ભેસાણ ધારાસભ્ય ભુપતભાઈ ભાયાણી, જૂનાગઢ જિલ્લા મેયર ગીતાબેન પરમાર, જિલ્લા પત્રકાર એકતા પરિષદ પ્રમુખ વલ્લભભાઈ પરમાર, મુચકુંદ ગુફા ભવનાથ મહંત રાજુ બાપુ, સુરત જાની દાદા તેમજ જીજ્ઞાબેન આહીર ગ્રુપ તેમજ રમણીકભાઇ દુધાત તથા ખુહા સાહેબ તથા રમીકભાઈ ગોહીલ ભોજનના મુખ્ય દાતા જીતુભાઇ વાઘ વગેરે મહાનુભાવો હાજર રહ્યા હતા.
પધારેલ દાતા તેમજ આગેવાનનુ ફુલહાર તેમજ શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું
આમ ખુબ ધામધૂમથી આ કાર્યક્રમ સંપન્ન થયો હતો.
રિપોર્ટ શ્યામ ચાવડા વિસાવદર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.