75 વીઘામાં રૂ. 200 કરોડના ખર્ચે રાજકોટ જિલ્લા ના મોટા રામપર ગામે વૃદ્ધાશ્રમ બનાવવાનું આયોજન, રવિવારે ભૂમિપૂજનમાં સંતો-મહંતો આવશે રાજકોટમાં દેશનો મોટો 700 રૂમનો વૃદ્ધાશ્રમ બનશે એકસાથે 2100 પથારીવશ બીમાર વૃદ્ધોને આશરો આપી તેની સાર-સંભાળ લઇ સારવાર કરાશે - At This Time

75 વીઘામાં રૂ. 200 કરોડના ખર્ચે રાજકોટ જિલ્લા ના મોટા રામપર ગામે વૃદ્ધાશ્રમ બનાવવાનું આયોજન, રવિવારે ભૂમિપૂજનમાં સંતો-મહંતો આવશે રાજકોટમાં દેશનો મોટો 700 રૂમનો વૃદ્ધાશ્રમ બનશે એકસાથે 2100 પથારીવશ બીમાર વૃદ્ધોને આશરો આપી તેની સાર-સંભાળ લઇ સારવાર કરાશે


દેશના કોઈ પણ ખૂણેથી નિરાધાર વૃદ્ધ લાચાર, પથારીવશ વૃદ્ધોને હવે આગામી સમયમાં રાજકોટ જીલ્લાના મોટા રામપર ગામ ખાતે આશરો મળવાની સાથે યોગ્ય સારવાર પણ મળી રહેશે. રાજકોટમાં સદ્દભાવના વૃદ્ધાશ્રમ દેશનો સૌથી મોટો વૃદ્ધાશ્રમ બનશે. જેમાં 700 રૂમ બનાવવામાં આવશે. આવા વડીલોને આશરો મળવાની સાથે સાથે તેની સારવાર પણ વિનામૂલ્યે કરવામાં આવશે. એકસાથે 2100 વડીલોને આશરો આપવામાં આવશે. સદ્દભવાના વૃદ્ધાશ્રમના સંચાલક વિજયભાઈ ડોબરિયા જણાવે છે કે, આખો પ્રોજેક્ટ કુલ રૂ. 200 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવશે કુલ 7 ટાવર હશે. અત્યારે પણ હાલ જે આશ્રમ છે તેમાં 500 વડીલોને આશરો આપવામાં આવી રહ્યો છે આ આશ્રમમાં એવાજ વડીલોને આશરો અપાશે કે જે નિરાધાર છે જેને કોઈ સંતાન નથી તેમજ તેઓ લાચાર છે.
અહીં આશરો લેતા વડીલોનું સન્માન જળવાઈ રહે તે માટે અમે એક નવો જ અભિગમ રાખ્યો છે. જેના માટે અમે કહીએ છીએ કે, અમારે માવતર જાઈએ છે. રવિવારે આ વૃદ્ધાશ્રમનું ભૂમિપૂજન છે. જેમાં મોરારિબાપુ સહિતના સંતો- મહંતો હાજર રહેશે. સદભાવના વૃદ્ધાશ્રમમાં અત્યારે 500 વડીલો છે. તેમજ દર મહિને 100 જેટલા વ ડીલો પ્રવેશ માટે આવી રહ્યા છે. જે રીતે પ્રવેશ મેળવનારની સંખ્યા વધારે છે. તેને ધ્યાનમાં રાખીને આ વૃદ્ધાશ્રમ તૈયાર કરવાનો વિચાર આવ્યો છે અને તેની અમલવારી કરી છે. વડિલોને તમામ સુવિધાઓ વૃદ્ધાશ્રમમાં મળી રહેશ .

વૃદ્ધોની તમામ સુવિધાનો ખ્યાલ રખાયો, આ પ્રકારની સુવિધા હશે

* દરેક માળે અગાશી હશે જેમાં વડીલો વોકિંગ કરી શકશે, દરેક રૂમમાં એક કેર ટેકર હશે તેમજ બાથરૂમ કે કોઈ પણ જગ્યાએ વ્હિલચેરમાં જઈ શકે તેવા પ્રકારની સુવિધા મળશે
દરેક રૂમમાં ફ્રીઝ, એસી. ટીવી, ડાઈનિંગ ટેબલની સુવિધા હશે, જેને કારણે દરેક વડીલને જ્યારે ખાવાનું મન થાય ને ખાઈ શકશે. આ માટે કોઇ સમય મર્યાદા રાખવામાં આવી નથી
કુલ 7 ટાવર હશે. દરેક ટાવરમાં 100 રૂમ છે. દરેક રૂમમાં હવા-ઉજાશ, ગ્રીનરી જળવાઈ રહે તેનો પૂરતો ખ્યાલ રાખવામાં આવ્યો છે.

જૈન સમાજના વડીલો માટે આખો ટાવર જ અલગ, જ્યાં દેરાસર પણ બનશે

જૈન સમાજના વડીલોને જૈન ભોજન મળી કે તેને કોઇ મુશ્કેલીના પડે તે માટે કુલ 7 ટાવરમાંથી એક ટાવર માત્ર જૈન સમાજ માટે જ રાખવામાં આવશે, જ્યાં જૈન સમાજના જ વડીલોને આશરો આપવામાં આવશે. આ ઉપરાંત તેમાં દેરાસર પણ બનાવવામાં આવશે. જેથી કરીને વડીલોની સુવિધામાં વધારો થાય. સંચાલક વિજયભાઈ ડોબરિયાના જણાવ્યાનુસાર સામાન્ય રીતે જૈન સમાજના વડીલોની જીવનશૈલીને ધ્યાનમાં રાખીને આ પ્રકારની વ્યવસ્થા ઊભી કરવાનો વિચાર આવ્યો છે, વ્યવસ્થા તમામ લોકો એક પરિવારની જેમ રહી શકશે તેમ સંચાલકે જણાવ્યું છે

અબોલ જીવોને આશરો મળી રહે તે માટે અલાયદી વ્યવસ્થા ઊભી કરાઇ

સદ્દભાવના વૃદ્ધાશ્રમ દ્વારા બીમાર, અબોલ જીવોને પણ આશ્રય મળી રહે તે માટે ખાસ એક અલગ વિભાગ તૈયાર કરવામાં આવ્યો છે. જ્યાં બળદ અને શ્વાનને આશરો આપવામાં આવ્યો છે. અત્યાર સુધી કુલ 200થી વધુ બળદોને આશરો આપવામાં આવ્યો છે, તો 100થી વધુ શ્વાન છે, બળદો માટે ઘાસચારા ઉપરાંત તેની સારવાર માટેની વ્યવસ્થા પણ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત બીમાર પશુ માટે નિયમીત સારવાર કેન્દ્રપણ ચાલે છે.

રિપોર્ટર - નિખીલ ભોજાણી 9998680503


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.