મોબાઇલમાં સ્ટેટસ મુક્યા બાદ રેલનગરના હર્ષદનો ફાંસો ખાઈ આપઘાત - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/eftkdc2imtfkgkhi/" left="-10"]

મોબાઇલમાં સ્ટેટસ મુક્યા બાદ રેલનગરના હર્ષદનો ફાંસો ખાઈ આપઘાત


શહેરના રેલનગર શ્રધ્ધાપાર્કમાં પરિવાર મોલ પાછળ રહેતાં હર્ષદ રમેશભાઇ ચાવડા(ઉ.વ.26) નામાના યુવાને સાંજે કપડુ પંખામાં બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.આ મામલે પ્ર.નગર પોલીસે કાર્યવાહી આદરી છે.
હર્ષદે ફાંસો ખાઇ લેતાં પરિવારજનોએ જાણ થતાં બેભાન હાલતમાં નીચે ઉતારી સિવિલ હોસ્પિટલમાં ખસેડયો હતો.પરંતુ અહિ દમ તોડી દેતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે પ્ર.નગર પોલીસે તપાસ કરતા હર્ષદ ચાર ભાઇમાં નાનો હતો અને કુંવારો હતો.તે ફર્નિચરના કામ રાખીને ગુજરાન ચલાવતો હતો. તેમના પરિવારજનોના જણાવ્યા મુજબ,હર્ષદ ફર્નિચરનું કામ કરતો હતો તેમણે જે કામ રાખ્યું હતું તે કામ તેમણે પૂરું કરી દીધું હતું જે કામ પૂરું થયા બાદ તેમને તે કામના નાણાં મળ્યા નહોતા જેથી તે આર્થિક ભીંસમાં આવી ગયો હતો.
હર્ષદે છેલ્લે તેણે મોબાઇલ ફોનમાં હું મારી મોજમાં...બહેકી હવા સા થા વો...જેવા ગીતના સ્ટેટસ મુક્યા હતાં.મુળ ગોંડલ પંથકના દેરડી કુંભાજી પાસેના ગામનો વતની હોઇ તેના મૃતદેહને અંતિમવિધી માટે વતન લઇ જવાયો હતો.પ્ર.નગર પોલીસે કારણ જાણવા તપાસ યથાવત રાખી છે.
9879405838


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]