હીટ એન્ડ રન: અજાણી રિક્ષાની ઠોકરે યુવકનું મોત

હીટ એન્ડ રન: અજાણી રિક્ષાની ઠોકરે યુવકનું મોત


શહેરના કોઠારીયા રોડ પર આવેલા ખોખડદળ પુલ પાસે રહેતો દેવીપૂજક યુવક ગઈકાલે રાત્રે ચાલીને ખોખડદળ નદીના પુલ પરથી સામેની સાઈડમાં દુધ અને છાશ લેવા માટે જતો હતો ત્યારે પુરપાટ ઝડપે જતી રિક્ષાના ચાલકે યુવકનો હડફેટે લેતા તેને ગંભીર હાલતમાં તાત્કાલીક સારવાર અર્થે 108 મારફત સિવિલ હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યો હતો ત્યારે તેમનું સારવાર દરમ્યાન મોત નિપજયું હતું.
આ અંગેની માહિતી મુજબ ખોખડદળ નદીના પુલ પાસે ઝુપડામાં રહેતો હિમત દેવાભાઈ પરમાર (ઉ.વ.28) નામનો દેવીપૂજક યુવક ગઈકાલે રાત્રે ખોખડદળ નદીના પુલ પર ચાલીને દુધ અને છાશ લેવા માટે જતો હતો ત્યારે અજાણ્યા રિક્ષાના ચાલકે હડફેટે લેતા તેને શરીરના ભાગે ગંભીર ઈજા થતા તેને સારવાર અર્થે સિવિલ હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યો હતો ત્યારે તેમનું સારવાર દરમ્યાન મોત નિપજયું હતું.
પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મૃતક હિમત ભંગારનો ધંધો કરતો હતો અને પાંચ ભાઈ ત્રણ બહેનમાં વચેટ હતો. સંતાનમાં બે દિકરા હોવાનું જાણવા મળ્યું હતું. આજીડેમ પોલીસ દ્વારા અજાણ્યા રિક્ષા ચાલક વિરુદ્ધ ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે.
9879405838


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »