ગાર્ડનમાં ભાઈ સાથે વોકિંગ કરતી યુવતીનો પીછો કરી છેડતી

ગાર્ડનમાં ભાઈ સાથે વોકિંગ કરતી યુવતીનો પીછો કરી છેડતી


આકાશવાણી ચોક પાસેના વિસ્તારમાં રહેતી એક યુવતીએ યુનિવર્સિટી પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે નિમીષ શૈલેષભાઈ જલાલજીનું નામ આપ્યું છે.યુવતીએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગઈકાલ રાત્રિના દસેક વાગ્યા આસપાસ તે તથા તેમના ભાઈ અજીતસિંહ (ઉ.વ.23) યુનિવર્સિટી રોડ પર આવેલા ભગતસિંહ ગાર્ડનમાં નિત્યક્રમ મુજબ ગઇકાલે વોકિંગ કરવા માટે ગયા હતા.બંને અહીં ગાર્ડનમાં વોકિંગ કરતા હતા ત્યારે બે શખ્સો તેમની પાછળ આવતા હોય જે પૈકી એક શખસ યુવતીને ઈશારા કરતો હોય જેથી આ મામલે યુવતીએ પોતાના ભાઈને કહ્યું હતું.
યુવતીના ભાઈ અજીતસિંહે ભાઈ તું શું કામ મારા બહેનને અભદ્ર ઈશારા કરે છે તેમ કહેતા નિમિશ ઉશ્કેરાયો હતો અને તેણે હાથમાં પહેરેલું કડુ યુવાનને માથામાં મારી દીધું હતું.ત્યારબાદ અજિતસિંહને માથામાં ગંભીર ઇજા થઇ હતી.દરમિયાન અહીં લોકો એકત્ર થતાં તકનો લાભ લઇ આ શખસો નાસી ગયા હતા.હુમલામાં ઘવાયેલા યુવાનને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
ત્યારબાદ આ મામલે યુવતીને પોતાની પજવણી કરનાર આ શખસનું નામ નિમિષ શૈલેષભાઈ જલાલજી હોવાનું માલુમ પડતા તેના વિરુદ્ધ આ ફરિયાદ નોંધાવતા યુનિવર્સિટી પોલીસે આરોપી સામે છેડતી સહિતની કલમ હેઠળ ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી છે.
9879405838


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »