આજ રોજ અમદાવાદ પોલીસ ઝોન ૬ તરફથી વટવા પો.સ્ટે ખાતે "તેરા તુજકો અર્પણ" કાર્યક્રમ નું આયોજન કરાયું. - At This Time

આજ રોજ અમદાવાદ પોલીસ ઝોન ૬ તરફથી વટવા પો.સ્ટે ખાતે “તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ નું આયોજન કરાયું.


વાચક મિત્રો જ્યારે જ્યારે લોકોના ઘરે ચોરી થાય છે, લોકોના વાહનની ચોરી થાય છે, મોબાઇલની ચોરી થાય છે કે કોઇ ગુનામાં લોકોની ચીજ વસતુ પોલીસ દ્વારા કબજે કરવામાં આવે છે ત્યારે લોકોને તે પરત મેળવવાની જાણકારી હોતી નથી અને જાણકારીના અભાવે કે નામદાર કોર્ટની પ્રોસિજર જાણતા નહિ હોવાના કારણે પોતાની જ ચીજ વસ્તુ પરત મેળવવા માટે પોલીસ સ્ટેશન ખાતે ધકકા ખાવા પડતા હોય છે અને પોતાની ચીજ વસ્તુ મેળવવા માટે વિલંબ સહન કરવાનો વારો આવે છે, ઘણા કિસ્સામાં નામદાર કોર્ટમાં કેસ પુરા થઇ ગયેલ હોવા છતા, અરજદાર દ્વારા પોતાનો મુદ્દામાલ મેળવવા માટે રસ નહિ દાખવવાના કારણે મુદ્દામાલ પોલીસ સ્ટેશન ખાતે પડતર પડી રહેતો હોય છે નામદાર કોર્ટની કામગીરી મુજબ જ્યારે કોઇ વ્યક્તિનો મુદામાલ ચોરી થાય કે લુંટ થાય ત્યારે તે પરત મેળવવા માટે આ ગુનામાં પકડાયેલ આરોપીઓની પરવાનગી કે સહમતી લેવાની હોય છે જે બાબતની પણ લોકોને જાણ હોતી નથી અને ત્યારે આરોપી જામીન ઉપર હોય તો તેની પરવાનગી કે સહમતી મેળવવામાં બહુ મુશ્કેલી પડવાના કારણે અરજદાર દ્વારા પોતાનો જ મુદ્દામાલ મેળવવા રસ દાખવવામાં આવતો નથી,

અમદાવાદ શહેર પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્ર સિંહ મલિક દ્વારા સમગ્ર શહેર ખાતે મુદામાલ નિકાલ કરવાની ડ્રાઇવ રાખવામાં આવેલ હોઈ, આ ખાસ ડ્રાઇવ દરમિયાન પોલીસ સ્ટેશન ખાતે કબ્જે કરવામાં આવેલ વાહનો, મોબાઈલ ફોન, કીમતી મુદામાલનો નામદાર કોર્ટના હુકમ મેળવી નિકાલ કરવા તથા પ્રોહિબિશનનાં ગુનામાં કબ્જે કરવામાં આવેલ દેશી વિદેશી દારૂનો નાશ કરવાની તેમજ બિનવારસી કબ્જે કરેલ વાહનોની હરાજી સહિતની કાર્યવાહીનો સમાવેશ થાય છે ત્યારે આ ખાસ ડ્રાઇવ દરમિયાન પોલીસ સ્ટેશન ખાતે કબ્જે કરવામાં આવેલ મુદામાલ પૈકી જે જે વાહનો, મોબાઈલ ફોન, કીમતી દાગીનાઓ, વિગેરે મુદામાલ બાબતે તેમના માલિક/અરજદારોને નામદાર કોર્ટના હુકમ મેળવવા,અભિપ્રાય આપવા આરોપીઓ તરફથી આપવામાં આવતી મંજૂરી મેળવવા મદદ કરી, તેઓને પોતાનો મુદામાલ સોંપવા માટેની કાર્યવાહીમાં પોલીસ દ્વારા સામે ચાલીને સહકાર તથા સંકલન રાખી કાર્યવાહી કરવાની હોય આ માટે "તેરા તુજકો અર્પણ" કાર્યક્રમ નું આયોજન કરી મુદામાલ સોંપવા માટે પણ સૂચનાઓ કરવામાં આવેલ,

અમદાવાદ શહેરના સયુંકત પોલીસ કમિશનર, સેક્ટર ૨ બ્રજેશ ઝા તથા નાયબ પોલીસ કમિશનર, ઝોન ૬ ના રવિ મોહન સૈની ની સૂચના આધારે જે ડિવિઝન એ.સી.પી પ્રદીપસિંહ જાડેજા તથા કે ડિવિઝન એ.સી.પી મિલાપ પટેલનાં માર્ગદર્શન હેઠળ ઝોન ૬ વિસ્તારના મણિનગર, ઈસનપુર, વટવા, જી.આઈ.ડી.સી વટવા, દાણીલીમડા, કાગડાપીઠ અને નારોલ પોલીસ સ્ટેશન દ્વારા દેશી વિદેશી દારૂના નાશની કામગીરી તેમજ વાહનોની હરરાજી અને જુના મુદામાલ નાં નિકાલની કામગીરી કરવામાં અમદાવાદ શહેર ખાતે વિક્રમજનક કામગીરી કરવામાં આવેલ છે,

અમદાવાદ શહેરના સયુંકત પોલીસ કમિશનર, સેક્ટર ૨ બ્રજેશ ઝા તથા નાયબ પોલીસ કમિશનર, ઝોન ૬ રવિ મોહન સૈની ની સૂચના આધારે જે ડિવિઝન એ.સી.પી પ્રદીપસિંહ જાડેજા તથા કે ડિવિઝન એ.સી.પી મિલાપ પટેલનાં માર્ગદર્શન હેઠળ ઝોન ૬ વિસ્તારના ઉપરોક્ત પોલીસ સ્ટેશન ખાતે મુદામાલ નિકાલની આ ડ્રાઇવ દરમિયાન કબ્જે કરેલ મુદામાલ તેઓના માલિકને સોંપવા માટે પણ કમર કસીને આજ રોજ વટવા પોલીસ સ્ટેશનના પટાંગણ માં "તેરા તુજકો અર્પણ" કાર્યક્રમ નું આયોજન અમદાવાદ શહેરના પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્ર સિંહ મલિક ની અધ્યક્ષતા માં કરવામાં આવેલ હતું જેમાં અમદાવાદ શહેરના સયુંકત પોલીસ કમિશનર, સેક્ટર ૨ બ્રજેશ ઝા તથા નાયબ પોલીસ કમિશનર, ઝોન ૬ રવિ મોહન સૈની જે ડિવિઝન એ.સી.પી પ્રદીપસિંહ જાડેજા તથા કે ડિવિઝન એ.સી.પી મિલાપ પટેલ તથા ઝોન ૬ વિસ્તારના તમામ પોલીસ સ્ટેશનોના પોલીસ ઈન્સ્પેકટરો, લાભાર્થીઓ અને કોર્પોરેટરો તેમજ આગેવાનો હાજર રહ્યા હતા, આ કાર્યક્રમમાં અમદાવાદ શહેર પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્ર સિંહ મલિક તથા ઉપસ્થિત પોલીસ અધિકારીઓ દ્વારા લાભાર્થીઓ પૈકી અમુક લાભાર્થીઓને તેઓનો ગયેલ માલ પરત સોંપવામાં આવેલ હતો, આ કાર્યક્રમમાં ઝોન ૬ વિસ્તારના પોલીસ સ્ટેશનો પૈકી (૧) વટવા પોલીસ સ્ટેશન દ્વારા કુલ મુદામાલ કિંમત રૂ. ૧૭,૪૩,૪૦૦/-, (૨) જીઆઈડીસી વટવા પોલીસ સ્ટેશન દ્વારા કુલ મુદામાલ કિંમત રૂ. ૪૬,૯૫,૧૦૦/-, (૩) ઈસનપુર પોલીસ સ્ટેશન દ્વારા કુલ મુદામાલ કિંમત રૂ. ૨૫,૬૬,૯૯૯/-, (૪) મણિનગર પોલીસ સ્ટેશન દ્વારા કુલ મુદામાલ કિંમત રૂ. ૩૨,૩૫,૦૦૦/-, (૫) નારોલ પોલીસ સ્ટેશન દ્વારા કુલ મુદામાલ કિંમત રૂ. ૧૬,૨૮,૪૦૦/-, (૬) દાણીલીમડા પોલીસ સ્ટેશન દ્વારા કુલ મુદામાલ કિંમત રૂ. ૧૦,૦૪,૪૪૦/-, (૭) કાગડાપીઠ પોલીસ સ્ટેશન દ્વારા કુલ મુદામાલ કિંમત રૂ. ૨૫૨૦૧૫૦/- તથા (૮) ડીસીપી ઝોન ૬ ની કચેરીના ટેકનિકલ સેલ દ્વારા કુલ મુદામાલ કિંમત રૂ. ૪,૫૭,૫૭૯/-, મળી ઝોન ૬ વિસ્તારના અરજદાર, ફરિયાદી, લાભાર્થીઓને મોબાઈલ, વાહનો, રોકડ રકમ, સોના ચાંદીના દાગીના તથા અન્ય કુલ કીમત રૂ. ૧,૭૯,૧૧,૦૬૮/-નો મુદામાલ છેલ્લા ત્રણ મહિનાની ખાસ ઝુંબેશ દરમિયાન સોંપવામાં આવેલ હતો, આ પૈકી આજરોજ આ કાર્યક્રમમા ઝોન ૬ વિસ્તારના પોલીસ સ્ટેશનો પૈકી (૧) વટવા પોલીસ સ્ટેશન દ્વારા મુદામાલ કિંમત રૂ.૩,૬૦,૦૦૦/-, (૨) જી.આઈ.ડી.સી વટવા પોલીસ સ્ટેશન દ્વારા મુદામાલ કિંમત રૂ. ૧,૨૬,૦૦૦/-, (૩) ઈસનપુર પોલીસ સ્ટેશન દ્વારા મુદામાલ કિંમત રૂ. ૧,૪૮,૦૦૦/-, (૪) મણિનગર પોલીસ સ્ટેશન દ્વારા મુદામાલ કિંમત રૂ. ૩,૧૬,૦૦૦/-, (૫) નારોલ પોલીસ સ્ટેશન દ્વારા મુદામાલ કિંમત રૂ. ૨,૦૬,૫૦૦/-, (૬) દાણીલીમડા પોલીસ સ્ટેશન દ્વારા મુદામાલ કિંમત રૂ. ૭૩,૭૦૦/-, (૭) કાગડાપીઠ પોલીસ સ્ટેશન દ્વારા મુદામાલ કિંમત રૂ. ૩,૫૦,૦૦૦/- તથા (૮) ડીસીપી ઝોન ૬ ની કચેરીના ટેકનિકલ સેલ/એલ.સી.બી દ્વારા કુલ મુદામાલ કિંમત રૂ. ૪,૫૭,૫૭૯/-, મળી ઝોન ૬ વિસ્તારના અરજદાર, ફરિયાદી, લાભાર્થીઓને મોબાઈલ, વાહનો, રોકડ રકમ, સોના ચાંદીના દાગીના તથા અન્ય કુલ કીમત રૂ. ૨૦,૩૭,૭૭૯/- નો મુદામાલ અલગ અલગ કાઉન્ટરો ઉપરથી સોંપવામાં આવેલ,

અમદાવાદ શહેર પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્ર સિંહ મલિક દ્વારા લોકોને પોતાના ગુમ થયેલ, ચોરી થયેલ કે પોલીસ સ્ટેશન કબ્જે કરવામાં આવેલ મુદામાલ સોંપવા માટે પોલીસ દ્વારા કરવામાં આવેલ આયોજનની વિગતવાર સમજણ આપી લોકોને પોતાના મુદામાલ પરત મેળવવા પહેલા જે ધકકા ખાવા પડતા હતા તે હવે પોલીસની સકારાત્મક પહેલના કારણે મુશ્કેલીમાંથી અંત આવશે અને મુદામાલ પરત મેળવવા સરળતા રહેશે તેવું જણાવી, ઝોન ૬ દ્વારા કરવામાં આવેલ પહેલની સરાહના કરવામાં આવેલ હતી,આ કાર્યક્રમમાં અમદાવાદ શહેરના નાયબ પોલીસ કમિશનર, ઝોન ૬ રવિ મોહન સૈની દ્વારા પણ પ્રાસંગિક પ્રવચન કરી, મુદામાલ નાં નિકાલની ઝુંબેશ દરમિયાન અમદાવાદ શહેર પોલીસ દ્વારા કરવામાં આવેલ કામગીરીની વિગતો આપવામાં આવેલ હતી આ કાર્યક્રમમાં મુદામાલ પરત મેળવનાર લોકો પૈકી ઘણા લોકોના પ્રતિભાવ માંગવામાં આવતા લોકોએ પોલીસની મુદામાલ પરત સોંપવાની કામગીરી ની સરાહના કરવામાં આવેલ હતી,

આ કાર્યક્રમના માધ્યમથી લોકોને જાણ કરવામાં આવેલ કે, ઝોન ૬ વિસ્તારના મણિનગર, ઈસનપુર, વટવા, જીઆઈડીસી વટવા, દાણીલીમડા, કાગડાપીઠ અને નારોલ પોલીસ સ્ટેશન દ્વારા દેશી વિદેશી દારૂના નાશની કામગીરી તેમજ વાહનોની હરાજી અને જુના નિકાલ થઇ ગયેલા તથા પુરા થઇ ગયેલા કોર્ટ કેસમાં નિકાલ કરવામાં આવેલ મુદામાલ ના નિકાલની કામગીરી અમદાવાદ શહેર ખાતે મોખરે રહી વિક્રમજનક કામગીરી કરવામાં આવેલ છે, સોંપવામાં આવેલ મુદ્દામાલ પૈકી દાણીલીમડા પોલીસ સ્ટેશન ખાતે સને ૨૦૦૧ ની સાલના ઘરફોડ ચોરીના કેસમાં પુર્ણ થયેલ કેસનું હુકમ મેળવી, એ અરજદારનો કિંમતી મુદામાલ પણ આજરોજ સામેથી બોલાવી, અર્પણ કરવામાં આવેલ છે તાજેતરમાં અમારા ઝોન વિસ્તારના તમામ પોલીસ સ્ટેશન ખાતે નિર્ણય કરવામાં આવેલ છે કે જ્યારે જ્યારે ચોરી, ઘરફોડ ચોરી, લુંટ જેવા ગુન્હામાં આરોપીઓ પકડવામાં આવે અને ફરિયાદીનો મુદ્દામાલ રીકવર કરવામાં આવે ત્યારે આરોપીઓ જ્યારે પોલીસ કસ્ટડીમાં હોય ત્યારે જ ફરિયાદીને તાત્કાલિક મુદામાલ પરત મેળવવા માટે નામદાર કોર્ટમાં અરજી કરાવી આરોપીઓની પરવાનગી કે સહમતી મેળવી લઇ, મુદામાલ રીકવર થયાના ગણતરીના દીવસોમા મુદ્દામાલ પરત સોંપવા માટેનું આયોજન કરવામાં આવેલ છે જેના કારણે ફરિયાદીનો મુદ્દામાલ તાત્કાલિક મળી જતા પ્રજાને પોલીસ તરફનો વિશ્વાસ વધે છે અને પોલીસ સ્ટેશન ખાતેથી પણ મુદ્દામાલનો નિકાલ ઝડપી બનાવી શકાય છે,

અમદાવાદ શહેર પોલીસના લોકોના મુદામાલ પરત સોંપવા પ્રત્યેના સકારાત્મક વલણના કારણે લોકોને પોતાના ગુમ થયેલ, ચોરી થયેલ કે પોલીસ સ્ટેશન કબ્જે કરવામાં આવેલ મુદામાલ સોંપવા માટે પોલીસ દ્વારા કરવામાં આવેલ આયોજનના કારણે, લોકોને પોતાના મુદામાલ પરત મેળવવા પહેલા જે ધકકા ખાવા પડતા હતા તે હવે પોલીસની સકારાત્મક પહેલના કારણે મુશ્કેલીમાંથી અંત આવશે અને મુદામાલ પરત મેળવવા સરળતા રહેશે,

અમદાવાદ શહેર દ્વારા કરવામાં આવેલ આ પ્રકારના તેરા તુઝકો અર્પણ કાર્યક્રમથી લોકોમાં પોતાના મુદ્દામાલ પરત મેળવવા તથા પોલીસને પ્રજાને મદદ કરી, પોતાની ચીજ વસ્તુઓ પરત સોંપવાના કામને અગ્રીમતા આપશે અને લોકો અને પોલીસમાં જાગ્રુતી આવશે તેમજ પોલીસ પ્રજાનો મિત્ર છે, એ સુત્ર ખરા અર્થમાં સાબિત થશે.

Report by Keyur Thakkar

Ahmedabad


9879218574
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.