ખાદ્ય તેલના ભાવોમાં મોટો ઘટાડો થઈ શકે છે ઘટાડો, 15 દિવસમાં આ ફરક જોવા મળી શકે છે - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/edible-oil-prices-may-see-a-big-drop-the-difference-can-be-seen-in-15-days/" left="-10"]

ખાદ્ય તેલના ભાવોમાં મોટો ઘટાડો થઈ શકે છે ઘટાડો, 15 દિવસમાં આ ફરક જોવા મળી શકે છે


છેલ્લા છ મહિનાથી આ ભાવોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. હવે ડબ્બે મોટો ઘટાડો થઈ શકે છે.આગામી સમયમાં રક્ષાબંધન, સાતમ-આઠમ જેવા તહેવારો હોવાથી તેલના ભાવમાં વધારો જોવા મળ્યો છે. રાજકોટમાં સિંગતેલના ભાવોમાં આ ભડકો યથાવત રહ્યો છે. ત્યારે સારા સમાચાર એ છે કે, આ ભાવોમાં હવે ઘટાડો જોવા મળી શકે છે. ઓગષ્ટ મહિનાની અંદર ખાદ્યતેલના ભાવોમાં વધારો જોવા મળ્યો હતો,  છેલ્લા ત્રણ વર્ષના આંકડાઓ તપાસીએ તો છેલ્લા 3 વર્ષની અંદર સિગતેલના ભાવમાં 36 ટકાથી વધુનો ભાવ વધારો જોવા મળ્યો છે. ત્યારે તેલના આ ભાવોમાં ઘટાડો જોવા મળે તેવી પૂરેપુરી શક્યતા છે. જેથી સતત વધી રહેલા મોંઘા તેલથી થોડી રાહત મળી શકે છે. 15 દિવસમાં લિટરે 10થી 12 રુપિયા જેટલો ઘટાડો તેલના ભાવમાં જોવા મળી શકે છે. જેથી ડબ્બે તેલના ભાવમાં મોટા ઘટાડો થઈ શકે છે. તાજેતરમાં જ ઓગષ્ટ મહિનાની પ્રથમ તારીખે જ રાજકોટ તેલ બજારોમાં ભાવોમાં સામાન્ય વધારો જોવા મળ્યો હતો. તેમાં પણ છેલ્લા છ મહિનાથી આ ભાવોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે.જાહેર વિતરણ વિભાગે તમામ મોટા ખાદ્યતેલ એસોસિએશને તાત્કાલિક ખાદ્યતેલના ભાવમાં રૂ. 15નો ઘટાડો કરવાનો આદેશ આપ્યો છે. ગયા મહિને આ બેઠક મળી હતી ત્યારે તેમણે આ આદેશ આપ્યા છે. જેથી આ તફાવત આજથી 15 દિવસ આજુ બાજુના સમયગાળામાં જોવા મળી શકે છે. અત્યાર સુધી ભાવો વધ્યા છે તેમાં પામ ઓઈલમાં ત્રણ વર્ષની અંદર 68 ટકા મોંઘુ થયું છે આ ઉપરાંત સિંગતેલની અંદર પણ ભાવોમાં મોટો વધારો થયો છે કેમ કે, 2019માં સિંગતેલના લિટરના ભાવો 130 રુપિયા હતા તેમાં 70થી લઈને 80 રુપિયા આજુબાજુનો વધારો જોવા મળી રહ્યો છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]