સુરત જિલ્લા કોંગ્રેસ દ્વારા માંડવી ખાતે ધારણા પ્રદર્શન અને મોંઘવારી નનામી કાઢી વિરોધ દર્શાવ્યો - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/5mjueeb62uuxe42j/" left="-10"]

સુરત જિલ્લા કોંગ્રેસ દ્વારા માંડવી ખાતે ધારણા પ્રદર્શન અને મોંઘવારી નનામી કાઢી વિરોધ દર્શાવ્યો


સુરત જિલ્લા કોંગ્રેસ દ્વારા માંડવી ખાતે ધારણા પ્રદર્શન અને મોંઘવારી નનામી કાઢી વિરોધ દર્શાવ્યો હતો દૂધન ગેસ સિલિન્ડર નનામી બનાવી રેલી યોજી હતી ઘરેલુ ગેસ ના ભાવ વધારો પાછો ખેંચવા માંગ કરી હતી દિવસેને દિવસે વધતી મોંઘવારી સામે પ્રદેશ મહિલા કોંગ્રેસ આક્રમક બન્યું છે અને રાજ્યના વિવિધ જિલ્લાઓ અને તાલુકાઓમાં કાર્યક્રમો અપાઈ રહ્યા છે ત્યારે સુરત જિલ્લા કોંગ્રેસ દ્વારા માંડવી ખાતે પણ એક કાર્યક્રમ અપાયો હતો મોટી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનો માંડવી બસ ડેપો ખાતે ભેગા થયાં હતા અને વધતી મોંઘવારીના વિરોધમાં બસ સ્ટોપ નજીક ધારાસભ્ય આનંદ ચૌધરીની આગેવાનીમાં સૌ ધરણા પર બેઠા હતા ઘરેલુ ગેસના ભાવો જે પ્રમાણે સતત વધી રહ્યા છે જેની સામે કોંગી આગેવાનોએ બળાપો કાઢ્યો હતો

માંડવી ખાતે પ્રથમ ધરણા પ્રદર્શન યોજયું હતુ અને બાદમાં સૌ કોંગી આગેવાનો રસ્તા પર ઉતરી આવ્યા હતા મહિલા કોંગ્રેસના કાર્યકરો પણ જોડાયા હતા અને રાંધણ ગેસના સિલિન્ડર ની નનામી બનાવી મામલતદાર કચેરી સુધી રેલી આકારે નીકળ્યા હતા રાંધણ ગેસની નનામી કાઢી અનોખો વિરોધ દર્શવ્યો હતો જોકે માર્ગ માજ પોલીસ પોહચી હતી અને સૌને અટકાવવામાં આવતા એક સમયે કોંગી આગેવાનોનું પોલીસ સાથે ઘર્ષણ પણ થયું હતુ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]