ચોટીલા હાઇવે પર પિકઅપ વાન રોડની સાઈડમાં ઉતરી જતા અકસ્માત સર્જાયો. - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/ec1tnvch7yag3mql/" left="-10"]

ચોટીલા હાઇવે પર પિકઅપ વાન રોડની સાઈડમાં ઉતરી જતા અકસ્માત સર્જાયો.


તા.20/02/2023/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

આ અકસ્માત અંગે જાણવા મળતી માહિતી મુજબ અમદાવાદ સીટીએમ વિસ્તારમાં આવેલા હાકેશ્ચર સોસાયટીના આડોશ પાડોશના રહિશો બોલેરો પીકઅપ ભાડે કરીને જૂનાગઢ શિવરાત્રિનો મેળો કરવા આવ્યાં હતા અને પરિક્રમા કરીને સોમનાથ દાદાના દર્શને ગયા હતા. જ્યાંથી પરત અમદાવાદ જવા રવીવારના રોજ નિકળ્યા હતા. જેઓને ચોટીલાથી આગળ પહોચતા અકસ્માત સર્જાયો હતો. પીકઅપમા બેઠેલા તમામ યાત્રીઓ યાત્રાની યાદો સાથે ઘરે જતા હતા.આ દરમિયાન પીકઅપ વાન ચાલકને અચાનક ઝોકું આવી જતા સ્ટીયરીંગ ઉપરનો ક્ન્ટ્રોલ ગુમાવી દીધો હતો અને પુરઝડપે જતી વાન રોડ ઉપરથી ફંગોળાઇને ધડાકાભેર આગળ રહેલા નાળામાં ખાબકતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં મહાદેવનગરના રહેવાસી ગોવીંદભાઇ લાલજીભાઈ પટેલ ઉ.65 નું અને લાલાભાઇનું કમકમાટીભર્યું મોત નિપજતા અરેરાટી વ્યાપી ગઇ હતી. ચોટીલા હાઇવે પર અકસ્માત સર્જાતા આસપાસના રહીશોએ ઘટનાસ્થળે દોડી આવી બચાવ કાર્ય હાથ ધર્યું હતુ. અને 108 એમ્બ્યુલન્સ વાનને જાણ કરતા તમામ ઇજાગ્રસ્તોને ચોટીલા હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતા. જ્યાં પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે તમામને રાજકોટ રીફર કરવામાં આવ્યા હતા.આ અકસ્માતની ઘટનામા 15થી વધુ લોકોને નાની મોટી ઈજાઓ પહોંચી છે. જેમાં ઇજાગ્રસ્તોમા નરેન્દ્રકુમાર ભીમરામ ધારણેકર, સુનિલકુમાર સુરીચંદભાઇ પ્રજાપતિ, મલકુભાઇ જીતુભાઇ ખવાડી, તેજબહાદુર નાઈ, રાજુભાઈ શુભમણી વીગોંડતી, લાલાભાઇ મદ્દાસી, લાલાભાઇ ભગવાનભાઇ મરાઠી, બાબુભાઇ ચંદા, લાલસીંગ જયાસીંગ સોલંકી, અમીત હીરાભાઈ નાળીવા, સંજય પુરણભાઇ ડગલે, પ્રદિપભાઇ શ્રીરામ મુડેકર, ડાહ્યાભાઈ માનસીંગભાઇ શેઠીયા, યશવંતભાઇ જાદવ, કાર્તિકભાઇ અને યુવરાજભાઇ નાગુરાજભાઇને પ્રાથમિક સારવાર ચોટીલા હોસ્પિટલમાં આપી વધુ સારવાર માટે રાજકોટ હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યાં હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]