શ્રી વિવેકાનંદ શૈક્ષણિક સંકુલ – આટકોટમાં જન્માષ્ટમી કાર્યક્રમની ભવ્ય ઉજવણી કરવામા આવી

શ્રી વિવેકાનંદ શૈક્ષણિક સંકુલ – આટકોટમાં જન્માષ્ટમી કાર્યક્રમની ભવ્ય ઉજવણી કરવામા આવી


શ્રી વિવેકાનંદ શૈક્ષણિક સંકુલ – આટકોટમાં “ જન્માષ્ટમી કાર્યક્રમની ભવ્ય ઉજવણી કરવામા આવી હતી. જેમા એક સાથે અનેક પ્રસંગોની ઝાંખી કરાવવામાં આવી હતી. “હરઘર તિરંગા” કાર્યક્રમ અંતર્ગત રેલીનું આયોજન થયુ હતું. રક્ષાબંધન ઉત્સવની ઉજવણીના ભાગરૂપે વિદ્યાર્થી બહેનો એ વિદ્યાર્થી ભાઇઓને રાખડી બાંધી હતી. “સ્વતંત્રતા દિન” ઉજવણીના ભાગરૂપે સાંસ્કૃતિક કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી અને છેલ્લે કૃષ્ણ જન્મોત્સવના ભાગ રૂપે મટકી ફોડ અને રાસગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અવિસ્મરણીય પ્રસંગમાં શાળાના ડિરેકટરશ્રી સંજયભાઇ એચ,શેખલીયા, સંચાલકશ્રી બીપીનભાઇ એચ.શેખલીયા અને એચ.ઓ.ડી મેડમશ્રી પંચોલી વૈશાલીબેન એ પ્રસંગ અનુરૂપ વક્તવ્ય આપીને દરેક વિદ્યાર્થીના ઉમંગમા વધારો કર્યો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »