રાજકોટમાં બહેનના ઘરે જતા ભાઈનો એસ.ટી બસે ભોગ લીધો

રાજકોટમાં બહેનના ઘરે જતા ભાઈનો એસ.ટી બસે ભોગ લીધો


રાજકોટમાં કાળ મુખી એસટી બસે ગઈકાલે એક આશાસ્પદ યુવાનને ઠોકરે લેતાં તેનું ઘટના સ્થળે જ કરુણ મોત નિપજ્યું છે.જેમાં ચુનારાવાડ નજીક આવેલા પેટ્રોલ પંપ પાસે પુરપાટ ઝડપે આવતી એસટીએ મિત્ર સાથે જતા સુરતના યુવાનને હડફેટે લેતા તેનું મોત નિપજયું છે જ્યારે તેના મિત્રને ઈજા પહોંચી છે.
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ, સુરતમાં રહેતો સતીષ ધીરૂભાઈ કોળી (ઉં.વ.21) ગઈકાલે રાજકોટ આવ્યો હતો અને ચુનારાવાડના શિવાજીનગરમાં રહેતા મિત્ર રોહિત નરશી મતાણીયા (ઉં.વ.16) સાથે તેના એક્સેસ પર મવડી વિસ્તારમાં રહેતી તેના બહેનના ઘરે જવા રવાના થયો હતો.
દરમિયાન બન્ને ચુનારાવાડ ચોક નજીક પેટ્રોલ પંપ પાસે પહોંચતા એસ.ટી. બસના ચાલકે તેમને હડફેટે લેતા સતીષનું ઘટના સ્થળે જ મૃત્યુ નિપજ્યું હતું.જ્યારે એક્સેસ ચાલક તેનાં મિત્ર રોહિતને ઈજાઓ થતાં 108 મારફતે સારવાર અર્થે સિવિલમાં ખસેડાયો હતો. જાણ થતાં થોરાળા પોલીસે ઘટના સ્થળે અને હોસ્પિટલે પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી. મૃતક હીરા ઘસવાનું કામ કરતો હોવાનું જણાવ્યું મળ્યું હતું.પોલીસે હાલ નોંધ કરી વધુ કાર્યવાહી હાથધરી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »