રાજકોટ ડિવિઝનમાં ડબલ ટ્રેકના કામને કારણે ૧૯ ઓક્ટોબર સુધી રેલ ટ્રાફિકને અસર. - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/e5cdkuvnstlnk6yr/" left="-10"]

રાજકોટ ડિવિઝનમાં ડબલ ટ્રેકના કામને કારણે ૧૯ ઓક્ટોબર સુધી રેલ ટ્રાફિકને અસર.


રાજકોટ ડિવિઝનના સુરેન્દ્રનગર-રાજકોટ સેક્શનમાં આવેલા મૂળી રોડ-રામપરડા-વગડિયા સેક્શનમાં ડબલ ટ્રેકના કામ માટે બ્લોક લેવામાં આવશે જેના કારણે તાત્કાલિક અસરથી ૧૯ ઓક્ટોબર ૨૦૨૨ સુધી રેલ ટ્રાફિકને અસર થશે,

અસર થતી ટ્રેનો ની વિગત નીચે મુજબ છે

રદ કરાયેલી ટ્રેનો

ટ્રેન નંબર ૨૨૯૫૯ વડોદરા-જામનગર ઇન્ટરસિટી એક્સપ્રેસ ૧૨.૧૦.૨૦૨૨૨ થી ૧૮.૧૦.૨૦૨૨ સુધી રદ,

ટ્રેન નંબર ૨૨૯૬૦ જામનગર-વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ ૧૩.૧૦.૨૦૨૨થી ૧૯.૧૦.૨૦૨૨ સુધી રદ,

આંશિક રીતે રદ કરાયેલી ટ્રેનો

ટ્રેન નંબર ૧૨૨૬૭ મુંબઈ સેન્ટ્રલ - હાપા દુરંતો એક્સપ્રેસ ૧૧.૧૦.૨૦૨૨ થી ૧૭.૧૦.૨૦૨૨ સુધી મુંબઈ સેન્ટ્રલથી સુરેન્દ્રનગર સુધી ચલાવવામાં આવશે આમ આ ટ્રેન સુરેન્દ્રનગર-હાપા વચ્ચે આંશિક રીતે રદ રહેશે,

ટ્રેન નંબર ૧૨૨૬૮ હાપા - મુંબઈ સેન્ટ્રલ દુરંતો એક્સપ્રેસ ૧૨.૧૦.૨૦૨૨ થી ૧૮.૧૦.૨૦૨૨ સુધી સુરેન્દ્રનગરથી મુંબઈ સેન્ટ્રલ સુધી ચલાવવામાં આવશે આમ આ ટ્રેન હાપા-સુરેન્દ્રનગર વચ્ચે આંશિક રીતે રદ રહેશે,

ટ્રેન નંબર ૧૯૧૧૯ અમદાવાદ-સોમનાથ ઇન્ટરસિટી એક્સપ્રેસ ૧૨.૧૦.૨૦૨૨૨થી ૧૮.૧૦.૨૦૨૨૨ સુધી અમદાવાદથી સુરેન્દ્રનગર સુધી ચલાવવામાં આવશે આમ આ ટ્રેન સુરેન્દ્રનગર-સોમનાથ વચ્ચે આંશિક રીતે રદ રહેશે,

ટ્રેન નંબર ૧૯૧૨૦ સોમનાથ-અમદાવાદ ઇન્ટરસિટી એક્સપ્રેસ ૧૨.૧૦.૨૦૨૨૨ થી ૧૮.૧૦.૨૦૨૨૨ સુધી સુરેન્દ્રનગરથી અમદાવાદ સુધી દોડશે આમ આ ટ્રેન સોમનાથ-સુરેન્દ્રનગર વચ્ચે આંશિક રીતે રદ રહેશે,

ટ્રેન નંબર ૨૨૯૨૩ બાંદ્રા - જામનગર હમસફર એક્સપ્રેસ ૧૩.૧૦.૨૦૨૨૨, ૧૫.૧૦.૨૦૨૨૨ અને ૧૭.૧૦.૨૦૨૨૨ ના રોજ બાંદ્રાથી સુરેન્દ્રનગર સુધી ચલાવવામાં આવશે આમ આ ટ્રેન સુરેન્દ્રનગર- જામનગર વચ્ચે આંશિક રીતે રદ રહેશે,

ટ્રેન નંબર ૨૨૯૨૪ જામનગર - બાંદ્રા હમસફર એક્સપ્રેસ ૧૪.૧૦.૨૦૨૨૨, ૧૬.૧૦.૨૦૨૨૨ અને ૧૮.૧૦.૨૦૨૨૨ ના રોજ સુરેન્દ્રનગરથી બાંદ્રા સુધી ચલાવવામાં આવશે આમ આ ટ્રેન જામનગર- સુરેન્દ્રનગર વચ્ચે આંશિક રીતે રદ રહેશે,

રેલવે તંત્ર મુસાફરોને વિનંતી કરે છે કે તેઓ ઉપરોક્ત ફેરફારોને ધ્યાનમાં રાખીને તેમની મુસાફરી શરૂ કરે અને ટ્રેનોના સંચાલનને લગતા નવીનતમ અપડેટ્સ માટે www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લે જેથી કરીને કોઈ
અસુવિધા ન થાય.

Report by :- Keyur Thakkar

Ahmedabad


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]