સાબરકાંઠા *આજે વિશ્વ રંગભૂમિ દિવસ 27 માર્ચ 2024* - At This Time

સાબરકાંઠા *આજે વિશ્વ રંગભૂમિ દિવસ 27 માર્ચ 2024*


ગુજરાતના પારંપરિંગ નાટ્ય પ્રકારોમાં એક પ્રકાર એટલે ભવાઈ. 14મી સદીમાં સિધ્ધપુરના બ્રાહ્મણ કવિ અને કથાકાર શ્રી અસાઈત ઠાકરે નાટ્ય પ્રકારો માંથી પ્રેરણા લઈ નવા સ્વરૂપે ભવાઈ કલાનું સર્જન કર્યું હતું.અને એવું માનવામાં આવે છે કે અસાઈત ઠાકરની કલમે 360 જેટલા ભવાઈના વેશ લખાયા છે. તે જમાનામાં ભવાઈ કલા નો સુવર્ણયુગ હતો.
અહીં વાત છે 99 વર્ષની ઉંમર વટાવી ચૂકેલા શરીરે સુકલકડી અને નીચા કદ ના સફેદ ધોતી અને અંગરનું નાખી દરામલી બસ સ્ટેન્ડ પર તેમના ઘરના આંગણમાં બેસી પ્રભુ સ્મરણ કરતા અને પેપર વાંચતા જોવા મળતા મૂળ ભદ્રેશ્વરમાં જન્મેલા અને અભિનયમાં નંબર વન તથા કોકિલ કંઠ ધરાવતા માસ્તર જયશંકર માધવલાલ નાયક 1937 ની સાલ થી અલગ અલગ નાટ્ય સંસ્થાઓમાં જોડાઈને પિતાની છત્રછાયા માં રંગભૂમિને જાત સમર્પિત કર્યા બાદ શારદા વિજય નાટક કંપની મુંબઈ તથા અન્ય નાટક કંપનીમાં યાદગાર અભિનય આપ્યો હતો.
તેમના યાદગાર નાટકોમાં હંસા કુમારી, ગરીબકન્યા મા લક્ષ્મીનું પાત્ર,સંગીત લીલાવતી માં લીલાવતી નું પાત્ર, માલવપતિ મુંજ માં મૃણાલીનું પાત્ર જેવા અનેક સ્ત્રી પાત્રો ખૂબ સુંદર રીતે નિભાવી લેલામજનુ માં મજનું ના પાત્રનો યાદગાર અભિનય થકી ખુબ નામના મેળવી હતી. ત્યારબાદ વ્રજલાલ પંચાતિયા ની વિજય નાટક કંપનીમાં થોડા વર્ષો કામ કરી 1985 માં રંગભૂમિ માંથી વિદાય લીધી હતી. અભિનય સમ્રાટ ઉપેન્દ્ર ત્રિવેદી તેમના પરમ મિત્ર અને ચાહક હતા. સ્વ. ઉપેન્દ્ર ત્રિવેદીની "માનવીની ભવાઈ" ચિત્રપટ માં જયશંકર નાયક, સ્વ. સુંદરલાલ નાયક (જાદર) અને ભદ્રેશ્વર ગામના વતની કાંતિલાલ અમુલખ નાયકે પોતાના અભિનયના ઓજસ પાથર્યા હતા.

વિશ્વ રંગભૂમિ દિવસ નિમિત્તે સાબરકાંઠા નાયક સમાજ સેવા ટ્રસ્ટના હોદ્દેદારો તથા સમૂહલગ્ન સમિતિના પ્રમુખ નીતિનભાઈ નાયક પૂર્વ પ્રમુખ અશોકકુમાર,દિનેશભાઈ નાયક તથા મંત્રીશ્રી અને કારોબારી સભ્યો દ્વારા વડીલશ્રી જયશંકરભાઈ નાયક, નીકુળભાઈ નાયક, સુબોધકુમાર નાયક, જનકકુમાર નાયક નું સાલ અને ફુલહાર થકી સ્વાગત કરાયું હતું. આ પ્રસંગે ભદ્રેસર ગામના જયેશભાઈ નાયક ઉપસ્થિત રહ્યા હતા.

જયશંકર નાયક...
*આ પ્રસંગે અંતર મનની વેદના ઠાલવતા વડીલશ્રી જયશંકર નાયકે જણાવ્યું હતું કે જૂની રંગભૂમિ વખતે સમાજમાં સંસ્કારોનું સિંચન થતું હતું .અત્યારે આ રંગભૂમિ અસ્ત થવાના આરે પહોંચી છે. ત્યારે મારી સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે નવા કલાકારોને પ્રોત્સાહન આપી આ વારસો જળવાઈ રહે તે માટે સરકાર ધ્યાન આપે તો જીવનના અંતટાણે પહોંચેલ અમારા જેવા જીવોને ખૂબ આનંદ

રિપોર્ટર હસન અલી


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.