અટલ સરોવર ખાતે લાઈટ એન્ડ સાઉન્ડ શોની ટ્રાયલ કરાઈ, 1 મેથી લોકો નિહાળી શકશે - At This Time

અટલ સરોવર ખાતે લાઈટ એન્ડ સાઉન્ડ શોની ટ્રાયલ કરાઈ, 1 મેથી લોકો નિહાળી શકશે


રાજકોટની ભાગોળે રૈયા સ્માર્ટ સિટી વિસ્તારનાં અટલ સરોવર અને ન્યુ રેસકોર્સનું મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનાં હસ્તે ઉદ્ઘાટન કરાયું હતું અને ગુજરાત સ્થાપના દિન તા.1 મેથી લોકો માટે સ્માર્ટ સિટી ખુલ્લું મુકાવાનું છે. તેનું સૌથી મોટુ આકર્ષણ 136 કરોડના ખર્ચે બનેલું અટલ સરોવર છે. આ સ્થળે લોકો માટે જુદાં જુદાં આકર્ષણની ટ્રાયલ ચાલી રહી છે. તેમાં સરોવર અંદરનાં લાઇટ એન્ડ સાઉન્ડ શોની ટ્રાયલ યોજવામાં આવી હતી. જેમાં આ શો દુબઈ કે અમેરિકાના કોઇ શહેર જેવો જણાયો હતો. આગામી 1 મેથી રાજકોટનાં લોકો આ 15-15 મિનિટના શો નિહાળી શકશે. આ માટે અટલ સરોવરમાં 500 અને 1000 પ્રેક્ષકો એમ બે એમ્ફી થિયેટર બનાવવામાં આવ્યા છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.