દહેગામ કોંગ્રેસ ને વધુ એક આંચકો ગાંધીનગર જિલ્લા કોંગ્રેસ મહામંત્રી સતિષસિંહ સોલંકી ભાજપ માં જોડાયા - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/dvpctbmpehycm3bq/" left="-10"]

દહેગામ કોંગ્રેસ ને વધુ એક આંચકો ગાંધીનગર જિલ્લા કોંગ્રેસ મહામંત્રી સતિષસિંહ સોલંકી ભાજપ માં જોડાયા


દહેગામ વિધાનસભા 34 માં કોંગ્રેસ દ્વારા વખતસિંહ ચૌહાણ ને ઉમેદવાર તરીકે ટિકિટ આપતા દહેગામ કોંગ્રેસ માં ભડકો થયો છે ત્યારે પૂર્વ ધારાસભ્ય કામિનીબા રાઠોડ અને પૂર્વ તાલુકા કોંગ્રેસ પ્રમુખ બાબુસિંહ ઝાલા એ કોંગ્રેસ સાથે છેડો ફાડી અપક્ષ માં દાવેદારી નોંધાયા બાદ આજે દહેગામ ના સાંપા ગામના સરપંચ ના પુત્ર અને ગાંધીનગર જિલ્લા કોંગ્રેસ ના મહામંત્રી સતિષસિંહ સોલંકી સરપંચ એસોસિયન સાથે 50 કાર્યકરો સાથે ભાજપ ના ઉમેદવાર બલરાજસિંહ ચૌહાણ ના હસ્તે ભાજપ માં જોડાયા હતા. દહેગામ કોંગ્રેસ ના પૂર્વ ધારાસભ્ય દ્વારા પણ કોંગ્રેસ નેતાગીરી સામે પૈસા થી ટિકિટ આપી ટિકિટ ની વહેંચણી કરવામાં આવે છે તેવા ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]