સાબરકાંઠા ના ખેડબ્રહ્મા ખાતે "" દિવ્યાંગ મતદાર જાગૃતિ "" કાર્યક્રમ યોજાયો - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/iybfbeesqttn2yvz/" left="-10"]

સાબરકાંઠા ના ખેડબ્રહ્મા ખાતે “” દિવ્યાંગ મતદાર જાગૃતિ “” કાર્યક્રમ યોજાયો


વિધાનસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૨
...............
સાબરકાંઠાના ખેડબ્રહ્મા ખાતે “દિવ્યાંગ મતદાર જાગૃતિ કાર્યક્રમ” યોજાયો
*************
દિવ્યાંગજનોએ અચુક મતદાન કરવા માટે શપથ લીધા
***********
સાબરકાંઠા જિલ્લા ચુંટણી અધિકારીશ્રી અને ક્લેક્ટરશ્રી હિતેષ કોયાના માર્ગદર્શન હેઠળ પી.ડબલ્યુ.ડી નોડલ ઓફિસર અને નાયબ નિયામક (વિ.જા) સાબરકાંઠા તેમજ સિસ્ટમેટિક વોટર્સ એજ્યુકેશન એન્ડ ઈલેકટોરલ પાર્ટીસિપેશન (સ્વીપ) નોડલ ઓફિસર અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી ચૌધરી, સાબરકાંઠાના સયુંક્ત ઉપક્રમે તાલુકા સેવા સદન ખેડબ્રહ્મા, મામલતદાર કચેરી સભાખંડ, ખાતે વિધાનસભા સામાન્ય ચુંટણી-૨૦૨૨ અંતર્ગત દિવ્યાંગજનોને મતદાન પ્રક્રિયાથી માહિતગાર કરવા માટેનો કાર્યક્ર્મ યોજાયો.
ગુજરાત વિધાનસભા ચૂંટણી ૨૦૨૨ અંતર્ગત દિવ્યાંગજનો આ લોકશાહીના અવસરમાં ઉત્સાહ અને ઉમંગથી સહભાગી બને તથા મતદાન પ્રક્રિયાથી માહિતગાર કરવાના ઉદ્દેશ્યથી “દિવ્યાંગ મતદાર જાગૃતિ કાર્યક્રમ” નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં આસી. નોડલ Pwd અને જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી સાબરકાંઠા દ્વારા જિલ્લાના તમામ દિવ્યાંગજનો મતદાનના દિવસે પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તે માટે અનુરોધ કરવામાં આવ્યો હતો. પી.ડબલ્યુ.ડી નોડલ ઓફિસર અને નાયબ નિયામક (વિ.જા) સાબરકાંઠા દ્વારા દિવ્યાંગજનોને મતદાનના દિવસે ઉપલબ્ધ થનાર સુવિધાઓ જેવી કે વ્હિલચેરની સુવિધા, મુકબધિર અને અંધ દિવ્યાંગજનો માટે વિશેષ તજજ્ઞની સુવિધા, મતદાનના દિવસે મતદાન મથકે લઈ જવા આવવાની સુવિધા વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં મામલતદારશ્રી વિજયનગર, તેમજ ૬૦ જેટલા દિવ્યાંગો સહભાગી થયા હતા જેમણે અચુક મતદાન કરવા માટે શપથ લીધા હતા.

રિપોર્ટર. અલ્પેશ પટેલ. વડાલી


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]