આણંદ શહેરમાં121 વૈદિક હોળી પ્રગટાવી 50 વૃક્ષોનું નિકંદન અટકાવાશે - At This Time

આણંદ શહેરમાં121 વૈદિક હોળી પ્રગટાવી 50 વૃક્ષોનું નિકંદન અટકાવાશે


આણંદ શહેરમાં121 વૈદિક હોળી પ્રગટાવી 50 વૃક્ષોનું નિકંદન અટકાવાશે જેથી 3600 મણ લાકડાની બચત કરાશે, આ સાથે આણંદમાં સૌથી વધુ 25 વૈદિક હોળી તૈયાર કરાવામાં આવી છે

હિન્દુ સંસ્કૃતિ હોળી પર્વનો અનોખુ મહત્વ રહેલું છે આણંદ જિલ્લામાં 351 ગામોમાં 720 વધુથી વધુ જગ્યાએ હોળીદહન કાર્યક્રમ યોજાય છે. જેમાં આણંદ શહેરમાં 120 વધુ જગ્યાએ હોલીકા દહનની તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે પર્યાવરણ બચાવવા ઝુંબેશ હેઠળ શરૂ કરાયેલી વૈદિક હોળીની પરંપરા 10 વર્ષ અગાઉ શરૂ થઇ હતી.

પરંતુ એકલદોકલ વૈદિક હોળી જોવા મળતી હતી. પરંતુ આજની યુવા પેઢીને પર્યાવરણ પ્રત્યે વધુ સંભાવના છે. જેના પગલે જિલ્લામાં પ્રથમ વખત 120 સ્થળો નાનીમોટી વૈદિક હોળી તૈયાર કરવામાં આવનાર છે. વૈદિક હોળી 15 દિવસ અગાઉ બુકિંગ કરનાર અનિલ ભારતીયને પ્રથમ વખત 50 જેટલી વૈદિક હોળીનું બુકીંગ થયું છે. જેમાં સૌથી વધુ આણંદ શહેરમાં 25 જેટલી વેૈદિક હોળીનું નિર્માણ થનાર છે

9409516488


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.