આદીવાડામાં મહિલા બુટલેગરે જમીનમાં દાટેલો દાઋ અને બિયરનો જથ્થો મળ્યો - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/dqt5rkgd9pbmrskm/" left="-10"]

આદીવાડામાં મહિલા બુટલેગરે જમીનમાં દાટેલો દાઋ અને બિયરનો જથ્થો મળ્યો


ગાંધીનગરમાં વધતી દાઋની હેરાફેરી અને વેચાણ

પોલીસે બાતમીના આધારે બે મહિલા બુટલેગરના ઘરે દરોડા પાડયા, ફરાર મહિલાઓ સામે ગુનો દાખલ

ગાંધીનગર : ગાંધીનગર શહેર તેમજ જિલ્લામાં દેશી
વિદેશી દાઋની હેરાફેરી અને વેચાણ વધી રહ્યું છે ત્યારે
સેક્ટર ૨૧ પોલીસ દ્વારા બાતમીના આધારે
આદીવાડામા બે મહિલા બુટલેગરના ઘરે દરોડા
પાડવામાં આવ્યા હતા અને જમીનમાં દાટવામાં આવેલો
વિદેશી દાઋનો મોટો જથ્થો ઝડપી લેવામાં આવ્યો હતો.
જોકે આ બુટલેગરો હાથમાં નહીં આવતા ગુનો દાખલ
કરીને તપાસ શઋ કરવામાં આવી છે.
રાજ્યનું પાટનગર હોવા છતાં ગાંધીનગરમાં દાઋનું વેચાણ બંધ થતું નથી. નાના મોટા બુટલેગરો દ્વારા પર પ્રાંતમાંથી વિદેશી દાઋનો જથ્થો મંગાવીને તેનું વેચાણ કરવામાં આવી રહ્યું છે ત્યારે ગાંધીનગર પોલીસ દ્વારા આવા બુટલેગરો સામે કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે સેક્ટર ૨૧ પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાનબાતમી મળી હતી કે, આદિવાડામાં પ્રાથમિક શાળાની પાસે રહેતી રહેતી રેખા અશ્વિનભાઇ દંતાણી પોતાના ઘરે વિદેશી દાઋનો જથ્થો રાખીને છૂટક વેચાણ કરી રહી છે.જેનાં પગલે મહિલા ટીમને સાથે રાખી આદીવાડાનાં વાસમાં દરોડો પાડવામાં આવ્યો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]