જાયન્ટ્સ હિંમતનગર સહિયર દ્વારા સેવા કાર્યની શરૂઆત - At This Time

જાયન્ટ્સ હિંમતનગર સહિયર દ્વારા સેવા કાર્યની શરૂઆત


જાયન્ટ્સ હિંમતનગર સહિયર દ્વારા સેવા કાર્યની શરૂઆત............
જાયન્ટ્સ હિંમતનગર સહિયર દ્વારા બે પ્રોજેક્ટ કરવામાં આવ્યા છે. પ્રથમ પ્રોજેક્ટમાં યોગ શિબિર દ્વારા સહિયર બહેનોમાં સ્વાસ્થ્ય અંગે જાગૃતિ લાવવા માટે યોગ શિક્ષક વૈશાલીબેન ત્રિવેદી એ રાજદીપ સોસાયટી બેરણા રોડ, હિંમતનગર ખાતે બહેનોને યોગ કરાવ્યા હતા આ ઉપરાંત બીજા પ્રોજેક્ટમાં સહિયરની બહેનો દ્વારા સ્વામી વિવેકાનંદ જન્મજયંતિની ઉજવણી કરવા માટે શ્રીમતી નીનાબેન ભટ્ટના ઘરે કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. તેમાં સ્વામી વિવેકાનંદ ના કેટલાક પ્રસંગો રજૂ કરવામાં આવ્યા હતા. અંતે અલ્પાહાર આપવામાં આવ્યો હતો. બંને પ્રોજેક્ટમાં પ્રમુખ સોનલબેન મહેતા , મંત્રી રાજેશ્વરીબેન ત્રિવેદી તથા અન્ય બહેનો મોટી સંખ્યામાં હાજર રહી હતી


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.