વ્યાજખોરોના દુષણને અટકાવવા જીલ્લામાં 11 સ્થાનો પર લોન કેમ્પોનું આયોજન કરતી જીલ્લા પોલીસ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/dkuqg9upnibn47va/" left="-10"]

વ્યાજખોરોના દુષણને અટકાવવા જીલ્લામાં 11 સ્થાનો પર લોન કેમ્પોનું આયોજન કરતી જીલ્લા પોલીસ


તા.04/02/2023/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

નાગરીકોને વ્યાજખોરીના ચુંગલમાંથી મુકિત અપાવવા તેમજ આવી અસામાજીક પ્રવૃત્તિ કરતા વ્યક્તિઓ પર કાયદાની લગામ કસવાના શુભ આશયથી રાજયકક્ષાના ગૃહમંત્રી ગુ.રા. ગાંધીનગર નાઓએ ગેરકાયદેસર રીતે વ્યાજખોરી કરતા ઇસમો સામે કડક કાર્યવાહી કરવા માટે સમગ્ર રાજયમાં ઝુંબેશ શરૂ કરવા સુચના આપેલ હોય. જે સુચના અનુસંધાને પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રી ગુજરાત રાજ્ય ગાંધીનગર નાઓની સુચના મુજબ તા.05/01/2023 થી તા.31/01/2023 સુધી સમગ્ર ગુજરાત રાજયમાં વિરૂધ્ધ ખાસ ઝુંબેશનું અયોજન કરવામાં આવેલ હતુ.અશોકકુમાર, આઇપીએસ પોલીસમહાનિરીક્ષક રાજકોટ રેન્જ, રાજકોટનાઓની સુચના તથા માર્ગદર્શન હેઠળ હરેશકુમાર દુધાત, પોલીસ અધિક્ષક સુરેન્દ્રનગરએ સામાન્ય પ્રજાજનોને ખોટી રીતે રંજાડતા ઇસમો વિરુધ્ધ અસરકારક કામગીરી થઇ શકે તેમજ સામાન્ય નાગરીકોને વ્યાજખોરીના ચુંગલમાંથી મુકિત અપાવવા માટે તેમ જ ગુજરાત નાણા ધીરધાર અધિનિયમ-2011 અન્વયે લોકોમાં જાગૃતિ કેળવવા અને વ્યાજખોરી અંગે લોકોની ફરીયાદો સાંભળી આવી પ્રવૃતિ કરતા ઇસમો સામે તાત્કાલીક પગલા લેવાના ઉદ્દેશથી અવાર નવાર લોક દરબાર યોજવામાં આવેલ હતા.જેને સારો એવો પ્રતિસાદ મળેલ છે.અધિક પોલીસ મહાનિર્દેશકની કચેરી સી.આઇ.ડી ક્રાઇમ અને રેલ્વેઝ, ગુજરાત રાજય, ગાંધીનગરનાની સુચનાં અન્વયે નાગરીકોને પોતાના ધંધા રોજગાર ચલાવવા માટે કેન્દ્ર તથા રાજય સરકાર ધ્વારા બેન્કો મારફતે ખુબ જ ઓછા વ્યાજના દરે ધિરાણ આપવામાં આવે છે. જરૂરીયાત મંદ લોકો કેટલાક કિસ્સામાં આ પ્રકારની લોન કયાંથી મેળવવી તેની જાણકારીના અભાવે આવા વ્યાજખોરોની જાળમાં ફસાઇ જતા હોય છે. આ પરિસ્થતિનું નિર્માણ ટાળવા તેમજ સામાન્ય પ્રજાને લોન/ધિરાણ મેળવવામાં મદદરૂપ થવા માટે રાજવ્યાપી કાર્યક્રમ કરવાનુ નક્કી કરવામાં આવેલ હોય જે અંતર્ગત અત્રેના જીલ્લામાં નીચે જણાવેલ સ્થળે તા.3/2ના સુરેન્દ્રનગર પોલીસ હેડ કવાર્ટર ખાતે આવેલ જીલ્લા તાલીમ કેન્દ્ર, વઢવાણ, લખતર, મુળી, ચુડા, લીબડી, સાયલા, ચોટીલા, થાનગઢ, ધ્રાંગધ્રા, પાટડી વિગેરે કુલ-11 અલગ અલગ જગ્યાએ કેમ્પોનું આયોજન કરવામાં આવેલ.જે લોન મેળામાં જીલ્લાના લાયસન્સ પરવાના આપનાર રજીસ્ટ્રાર બેંકના મેનેજર સહકારી મંડળીના કર્મચારી તથા મામલતદાર કચેરીના કર્મચારીઓ તેમજ એસ. બી આઇ, બેંક ઓફ ઇન્ડીયા, રાજકોટ ગ્રામીણ બેંક ડીસ્ટીક બેંક ઇન્ડીયન બેંક તેમજ અલગ અલગ લોન આપતી કંપનીઓનાં મેનેજર તેમજ કર્મચારીઓએ હાજર રહી ગુજરાત સરકાર દ્રારા હાલમાં આપવામાં આવતી લોન તથા યોજનાઓની સુવિધા અંગે વિસ્તૃત સમજ આપી લોનમાટેફોર્મ ભરાવવામાં આવેલ જીલ્લામાં કુલ 11અલગ અલગ જગ્યાએ લોન કેમ્પોનું આયોજન કરેલ જેમાં અંદાજે 736 નાગરીકો આ લોન મેળામાં હાજર રહેતા હતા. જેમાં અંદાજે 261 નાગરીકોએ લોન મેળવવા માટે તૈયારી બતાવેલ હતી.રાખવામાં આવેલ લોન કેમ્પોના આયોજનમાં સુરેન્દ્રનગર જીલ્લા પોલીસ વડા હરેશકુમારદુધાત ઈંઙજ સાહેબદ્રારા સતત માર્ગદર્શન હેઠળ નાયબ પોલીસ અધિક્ષકશ્રી એચ.પી. દોશી તથા સુરેન્દ્રનગર સીટી એ ડીવી., જો નગર, પો સ્ટે ના અધિકારીઓએ સુરેન્દ્રનગર જીલ્લા તાલીમ કેન્દ્ર ખાતે લોન કેમ્પનું આયોજન કરેલ જેમાં 61નાગરીકો આ લોન મેળામાં હાજર રહેતા હતા જેમાં અંદાજે 61નાગરીકોએલોન મેળવવા માટેફોર્મ ભરેલ હતા જેમાં સુરેન્દ્રનગર ડી.ટી. સી. હોલ ખાતે સ્થળ ઉપર એસ બી આઇ. બેંક દ્વારા રૂા. 50,000/- તથા ઇન્ડીયન બેંક દ્રારા રૂા. 20000/- એમ કુલ 2 નાગરીકની લોન તાત્કાલીક મંજુર કરવામાં આવેલ છે. તેમજ નગરપાલીકા ઘ્વારા લારીઓ ફરીયાઓ તેમજ સીજનેબલ ધંધા રોજગાર કરતા માણસોને સ્ટ્રીટ વેન્ડીંગ કાર્ડ આપવા માટે કાર્યવાહી હાથ ધરેલ હતી. જેમાં સ્થળ પર જ એક બહેનને સ્ટ્રીટ વેન્ડીંગ કાર્ડ આજરોજ આપવામાં આવેલ છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]