રાજકોટ શહેરમાં વિવિધ રાજ્યોની હોકી અને સ્વિમિંગ સ્પર્ધાઓની ટીમોનું ભવ્ય સ્વાગત. - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/dgyeg73bfyl56ykb/" left="-10"]

રાજકોટ શહેરમાં વિવિધ રાજ્યોની હોકી અને સ્વિમિંગ સ્પર્ધાઓની ટીમોનું ભવ્ય સ્વાગત.


રાજકોટ શહેર તા.૩૦/૯/૨૦૨૨ ના રોજ રાજકોટ શહેરમાં તા.૨૯-સપ્ટેમ્બર થી તા.૧૨ ઓક્ટોબર દરમ્યાન ગુજરાતમાં યોજાનાર ૩૬મી નેશનલ ગેઇમ્સ ગુજરાત-૨૦૨૨ની હોકી અને સ્વિમિંગની સ્પર્ધાઓ રાજકોટનાં યજમાન પદ હેઠળ યોજાનાર છે. રાજકોટ માટે આ રાષ્ટ્રીય ઈવેન્ટ્સ યાદગાર અને શાનદાર બની રહે તે માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પણ વિવિધ પ્રકારના આયોજનો અંતર્ગત તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. આજ બપોર સુધીમાં હોકીની વિવિધ રાજ્યોની ટીમો જેમાં તામિલનાડુ, ઝારખંડ (મેલ અને ફિમેલ બંને), હરિયાણા, ઓડિસા ફિમેલ ટીમ, કર્ણાટક ફિમેલ ટીમ, તથા સ્વિમિંગમાં સર્વિસીઝ અને કર્ણાટકની મેલ ટીમ રાજકોટ આવી પહોંચતા એરપોર્ટ અને રેલ્વે જંક્શન ખાતે કાઠિયાવાડી પરંપરા મુજબ સાંસ્કૃતિક પ્રોગ્રામ સાથે ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમજ અન્ય રાજ્યોની ટીમો આજે રાજકોટ આવી રહી છે. અહી એ યાદ અપાવીએ કે હોકી સ્પર્ધા મેજર ધ્યાનચંદ હોકી ગ્રાઉન્ડ રેસકોર્ષ ખાતે તા.૨ થી ૧૧ ઓક્ટોબર દરમ્યાન તેમજ સ્વિમિંગની વિવિધ કેટેગરીની સ્પર્ધાઓ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ સ્વિમિંગ પૂલ કોઠારિયા રોડ ખાતે તા.૨ થી ૮ ઓક્ટોબર દરમ્યાન યોજાનાર છે. રાજકોટ આવી પહોંચેલી અને હવે આવી રહેલી તમામ ટીમો તેમજ વ્યક્તિગત સ્પર્ધાઓમાં ભાગ લેનારા ખેલાડીઓ માટે પણ આગમન સ્વાગતની તૈયારી કરી લેવામાં આવેલ છે. સાથો-સાથ તેઓને રહેવા માટે જરૂરી હોટેલની વ્યવસ્થા, ટ્રાન્સપોર્ટેશન, આહાર વગેરે આયોજન કરવામાં આવેલું છે. ગત રાત્રે જુદા-જુદા સમયે આવી પહોંચેલી ટીમો માટે મોડી રાત બાદ, વહેલી સવારે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. મ્યુનિ. કમિશનરશ્રી અમિત અરોરાનાં માર્ગદર્શન હેઠળ નાયબ કમિશનરશ્રી આશિષ કુમાર, શ્રી એ.આર.સિંહ અને શ્રી ચેતન નંદાણી, તેમજ સહાયક કમિશનરશ્રી વાસંતીબેન પ્રજાપતિ, શ્રી એચ.આર.પટેલ, શ્રી સમીર ધડુક, શ્રી જસ્મીનભાઈ રાઠોડ વગેરે અધિકારીઓ તેમજ તેઓની ટીમો સતત કાર્યરત્ત છે.

રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]