રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ડેન્ગ્યુ રોગચાળા અટકાયતિ માટે આરોગ્ય શાખા દ્વારા સઘન ઝુંબેશ. - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/dd6bzwjpbbfwdn6y/" left="-10"]

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ડેન્ગ્યુ રોગચાળા અટકાયતિ માટે આરોગ્ય શાખા દ્વારા સઘન ઝુંબેશ.


રાજકોટ શહેર તા.૩૦/૯/૨૦૨૨ ના રોજ રાજકોટ શહેર મહાનગરપાલિકાએ હોટલ બાંઘકામ સાઇટ સહિત ૯૪ પ્રિમાઇસીસમાં મચ્છર ઉત્પતિ સબબ તપાસ હોટલ, બાંઘકામ સાઇટ સહિત ૨૧ સ્‍થળોએ મચ્‍છર ઉત્‍પતિ સબબ નોટીસ તથા ૨૨ આસામીઓને મચ્‍છર ઉત્‍પતિ સબબ રૂા.૧૯,૮૦૦ નો વહિવટી ચાર્જ વસુલ કરવામાં આવ્‍યો. દર વર્ષે વરસાદની સિઝન દરમિયાન ડેન્ગ્યુ, મેલેરિયાના કેસ જોવા મળે છે. મચ્છર પ્રમાણમાં હૂંફાળા અને ભેજ વાળા વાતાવરણમાં ઝડપથી ફેલાવો કરે છે. વરસાદની સિઝનમાં આવું વાતાવરણ લાંબા સમય સુધી રહેતું હોવાથી ડેન્ગ્યુ, મેલેરિયા કેસો જોવા મળે છે. સામાન્ય રીતે વરસાદ બાદ ૧૪ થી ર૦ દિવસ બાદ ડેન્ગ્યુ રોગનો ફેલાવો ચાલુ થાય છે. આથી ડેન્ગ્યુ રોગ નિયંત્રણ માટે લોકોએ સ્વયંજાગૃત રહી ધરની સફાઈ કરવી જોઈએ. વરસાદના વિરામ બાદ સ્થિર અને બંધિયાર ચોખ્ખા પાણીમાં એડિસ મચ્છર ઈંડા મુકે છે. આ ઈંડામાંથી પ્રથમ પોરા ત્યાર બાદ પ્યુપા તથા પુખ્ત મચ્છર બને છે. આમ ઈંડામાંથી પુખ્ત મચ્છર બનતા ૭ થી ૧૦ દિવસનો સમય લાગે છે. મચ્છરનું જીવનચક્ર ટુંકુ હોય છે અને પુનઃઉત્પત્તિ ઝડપી હોવાથી તેનો ફેલાવો થોડા સમયમાં ખૂબ ઝડપથી થાય છે. ખાસ કરીને શહેરી વિસ્તારોમાં લોકોમાં સાફસફાઈના અભાવ, પોતાના સ્‍વાસ્‍થય પ્રત્‍યે બેદરકારી અને માનવીય બેદરકારીથી સહેલાઈથી મચ્છરને પ્રજનન માટે મળી રહેતા ચોખ્‍ખા પાણીના પાત્રોને કારણે મચ્‍છરની ઉત્‍૫તિ ઘણી વધી જાય છે. રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્‍ય શાખા દ્વારા ડેન્‍ગ્‍યુ રોગ અટકાયતીના ભાગરૂપે શહેરી વિસ્તારમાં રહેણાંક મકાન, દુકાન, એપાર્ટમેન્ટ, કોર્મશિયલ કોમ્પલેકસ, ઔધોગિક એકમો, વ્યાપાર ધંધાના સ્થળ તેમજ રહેણાંક મકાનની આસપાસના વિસ્તારોમાં મચ્છરોના ઉત્પતિ સ્થાનો જોવા મળશે તો જગ્યાના માલિક કે ભોગવટો કરનાર કે જવાબદાર આસામી સીધી રીતે જવાબદાર ગણાશે. જેની વિરૂદ્ધ મચ્છર ઉત્પતિ સબબ જરૂરી કાર્યવાહી કરવામાં આવશે. આ કામગીરી સબબ તા.૩૦/૯/૨૦૨૨ ના રોજ હોટલ, બાંધકામ સહિતની પ્રિમાઇસીસોમાં મચ્છર ઉત્‍૫તિ સબબ ચેકીંગ કામગીરી કરવામાં આવેલ. આ કામગીરી હેઠળ નીચે જણાવેલ પ્રિમાઇસીસમાં મચ્છરના પોરા મળી આવતા અથવા મચ્છર ઉત્પતિ થાય તેવી બેદરકારી જોવા મળતા નોટીસ આ૫વાની વહિવટી ચાર્જ વસુલાતની કામગીરી કરવામાં આવેલ.

રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]