રાજકોટ મહાનગરપાલિકાના ૭ કર્મચારીઓને નિવૃત્તિ વિદાયમાન આપતા મ્યુનિ. કમિશનરશ્રી અમિત અરોરા. - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/apfvvemiusynyu2g/" left="-10"]

રાજકોટ મહાનગરપાલિકાના ૭ કર્મચારીઓને નિવૃત્તિ વિદાયમાન આપતા મ્યુનિ. કમિશનરશ્રી અમિત અરોરા.


રાજકોટ શહેર તા.૩૦/૯/૨૦૨૨ ના રોજ રાજકોટ શહેર મહાનગરપાલિકાનાં કમિશનરશ્રી અમિત અરોરાએ વહીવટી તંત્રના હાથ-પગ સમા અધિકારીશ્રીઓ અને કર્મચારીશ્રીઓને નિવૃત્તિના દિવસે જ પી.એફ. તેમજ જમા થયેલી હક્ક રજાનું રોકડમાં રૂપાંતર જેવા લાભો મળી જાય તે પ્રકારની પ્રણાલી અપનાવેલ છે. જેમાં તા.૩૦-૯-૨૦૨૨ ના રોજ રાજકોટ મહાનગરપાલિકાના ૭ કમર્ચારીઓ નિવૃત થતા મ્યુનિ. કમિશનરશ્રી અમિત અરોરાએ મોમેન્ટો આપી સન્માન કરી વિદાયમાન આપ્યું હતું. આ પ્રસંગે મ્યુનિ. કમિશનરશ્રી અમિત અરોરાએ ફરજ પરથી નિવૃત થતા તમામ કર્મચારીઓનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે આવનારા દિવસોમાં જો કોઈપણ પ્રશ્નો હોય તો કોર્પોરેશનના દરવાજા આપના માટે હંમેશા ખુલ્લા જ છે. જે-તે શાખાના કર્મચારીના વડા પાસે અથવા મને ખુદ રૂબરૂ આવીને આપના પ્રશ્નો જણાવી શકો છો. સપ્ટેમ્બર-૨૦૨૨ એટલે કે આજે છેલ્લા દિવસે નિવૃત્ત થયેલ સ્ટાફ (૧) સાંસ્કૃતિક શાખાના આસીસ્ટન્ટ મેનેજરશ્રી અમીતકુમાર.બી.ચોલેરા (૨) સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાના સફાઈ કામદાર પરમાર કૈલાશભાઈ હિમતભાઇ (૩) સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાના સફાઈ કામદાર કટારીયા શાંતુબેન બીજલભાઈ (૪) રેસકોર્ષ સ્નાનાગાર ખાતેના ચિલ્ડ્રન કોચ અઢીયા પ્રતાપ જે. (૫) ટેક્સ બ્રાંચનાં સિનીયર ક્લાર્કશ્રી પંડ્યા દિપક કેશવલાલ (૬) ગાર્ડન શાખાના લેબર વાઘેલા લીલાબેન હરિભાઈ (૭) ગાર્ડન શાખાના લેબર સરવૈયા ભીખુ મોહન વિગેરે નિવૃત થયા છે. તા.૩૦-૯-૨૦૨૨ ના રોજ યોજાયેલા નિવૃત્તિ વિદાય સન્માન સમારોહમાં મ્યુનિ. કમિશનરશ્રી અમિત અરોરાના વરદ હસ્તે કર્મચારીઓને મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતાં તેમજ કર્મચારીઓના પી.એફ. અને હક્ક રજાના રોકડમાં રૂપાંતર અંગેના ચુકવણીના હુકમો તથા PPO બુકની નકલ પણ આપવામાં આવેલ હતી અને સ્વસ્થ નિવૃત જીવનની શુભેચ્છા પાઠવવામાં આવી. નિવૃત્તિ વિદાયમાન કાર્યક્રમમાં મ્યુનિ. કમિશનરશ્રી અમિત અરોરા સહીતનાં અધિકારીશ્રીઓ કર્મચારીશ્રીઓ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]