રાજ્યપાલશ્રી “પ્રાકૃતિક કૃષિ” વિષય પર રાજ્યના ખેડૂતોને સંબોધન કરશે. - At This Time

રાજ્યપાલશ્રી “પ્રાકૃતિક કૃષિ” વિષય પર રાજ્યના ખેડૂતોને સંબોધન કરશે.


રાજ્યપાલશ્રી “પ્રાકૃતિક કૃષિ” વિષય પર રાજ્યના ખેડૂતોને સંબોધન કરશે

રાજ્યમાં પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધે તે માટે છેલ્લા ત્રણેક વર્ષથી રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીના માર્ગદર્શન હેઠળ આત્મા પ્રોજેક્ટ દ્વારા વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવી રહ્યુ છે. આજ વિષય અન્વયે તા.૧૧/૩/૨૦૨૨ના પંચાયત સંમેલનમાં પ્રધાનમંત્રીશ્રી દ્વારા દરેક ગ્રામ પંચાયતમાં ૭૫ ખેડુતો પ્રાકૃતિક ખેતી કરતા થાય તે માટે સુચન કરવામાં આવ્યું હતું. આ બાબતોને ધ્યાને લઇ ચાલુ ખરીફ ઋતુમાં રાજ્યના ખેડુતો આ પ્રાકૃતિક ખેતી પધ્ધતિ સાથે જોડાય તે હેતુ થી રાજ્યપાલશ્રી તા.૫/૮/૨૦૨૨ના રોજ સવારે ૧૧:૦૦ થી ૧૨:૩૦ કલાક દરમિયાન “પ્રાકૃતિક કૃષિ” વિષય પર રાજ્યના ખેડૂતોને સંબોધન કરશે. જેનું જિલ્લાના તમામ ગ્રામ પંચાયતો તેમજ પ્રાથમીક શાળાઓ ખાતેના ઇ-ગ્રામ સેન્ટર પરથી બાયસેગના માધ્યમથી વંદે ગુજરાત ચેનલ નંબર-૪ પરથી તેમજ ડી.ડી.ફ્રી ડીશ, જીસ્વાન, જીઓ ટીવી એપ્લીકેશન, યુ-ટ્યુબ, ફેસબુક જેવા અન્ય માધ્યમો દ્વારા જીવંત પ્રસારણ થનાર છે. આ કાર્યક્રમનો જિલ્લાના ખેડૂતો બહોળા પ્રમાણમાં લાભ લેતે માટે જિલ્લા પ્રોજેક્ટ ડાયરેક્ટરશ્રી,આત્મા,સાબરકાંઠા દ્રારા અનુરોધ કરવામાં આવ્યો છે.

આબીદઅલી ભુરા
સાબરકાંઠા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.