રાજ્ય સરકાર દ્વારા નવી ૯૧ bs૬ બસો ને રાજ્ય ના વિવિધ શહેરમાં દોડતી કરી વાહનવ્યવહાર મંત્રી શ્રી પૂર્ણેશ મોદી સાહેબે - At This Time

રાજ્ય સરકાર દ્વારા નવી ૯૧ bs૬ બસો ને રાજ્ય ના વિવિધ શહેરમાં દોડતી કરી વાહનવ્યવહાર મંત્રી શ્રી પૂર્ણેશ મોદી સાહેબે


તા:-૨૨/૧૦/૨૦૨૨
અમદાવાદ

ગુજરાત ના રસ્તો પર દેખાશે નવી એસ ટી બસો તહેવારો માં કોઈ ને હેરાન થવું નહિ પડે પોતાના વતન કે બાર ફરવા જવા વાળા માટે સરકાર ની સુપ્રીમ ભેટ ગાંધીનગર ખાતે ૯૧ બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું

રાજ્યના કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું આ પ્રસંગે રાજ્યમંત્રી અરવિંદ રૈયાણી, વાહનવ્યવહાર અગ્ર સચિવ એમ.કે. દાસ, ગુજરાત વાહન વ્યવહાર વિભાગના મેનેજીંગ ડીરેકટર એમ.એ.ગાંધી સહિત અન્ય નેતાઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

ડ્રાઈવરો અને કંડક્ટરોની ઘણી માંગો સંતોષી લેવાઈ એસટી વિભાગના ૪૦/- હજાર ડ્રાઈવરો અને કંડક્ટરોની ભૂતકાળમાં જે માંગણી હતી, તેમાંથી ઘણી માંગણીઓ સંતોષી લેવામાં આવી છે. અનેક પ્રકારના ભથ્થામાં વધારો કરાયો છે. ગ્રેડ-પેમાં વધારો કરાયો છે. એસટીની ટ્રીપો લોકોને મદદરૂપ થશે સમગ્ર ગુજરાતની અંદર રજાનું વાતાવરણ ધનતેરસથી શરૂ થશે. લાભ પાચમ સુધી આ વેકેશન ચાલશે. ગુજરાતમાં એસટી બસ ના રૂટ ચાલશે. આ તહેવારોની રજા દરમિયાન એસટી નિગમ દ્વારા વધારાની બસો ફાળવવામાં આવી છે. આ વધારાની એસટીની ટ્રીપો લોકોને મદદરૂપ થશે

રિપોર્ટ:-ધામેલ દીપકકુમાર જી
અમદાવાદ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.