ક્રિકેટ સટ્ટો રમતો શખ્સ પકડાયો, આઇડી આપનારનું નામ ખુલ્યું - At This Time

ક્રિકેટ સટ્ટો રમતો શખ્સ પકડાયો, આઇડી આપનારનું નામ ખુલ્યું


આધુનિક ઉપકરણોને કારણે પોલીસ તંત્ર છાનેખૂણે ગુનાહિત પ્રવૃત્તિ કરતા લોકોને ઝડપી કાર્યવાહી કરી રહી છે. ત્યારે પોલીસથી બચવા ઘરમાં બેસી ક્રિકેટ સટ્ટો રમતા શખ્સને પોલીસે તેના ફ્લેટમાંથી ઝડપી લીધો છે. યુનિવર્સિટી રોડ, યોગેશ્વર પાર્ક-1માં આવેલા મુક્તા કોમ્પ્લેક્સમાં એક નંબરના ફ્લેટમાં રહેતો અજિત ભીમ ભોજક નામનો શખ્સ ક્રિકેટ સટ્ટો રમતો હોવાની ક્રાઇમ બ્રાંચને ચોક્કસ માહિતી મળી હતી. જે માહિતીના આધારે પોલીસ ટીમે દરોડો પાડ્યો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.