દારૂ, હત્યાની કોશિશના ગુનામાં ફરાર નામચીન આરોપી પકડાયો - At This Time

દારૂ, હત્યાની કોશિશના ગુનામાં ફરાર નામચીન આરોપી પકડાયો


શહેરમાં વારંવાર ગુના આચરતા ગુનેગારોને પકડવાની ઝુંબેશ વચ્ચે પોલીસે વધુ એક નામચીન આરોપીને ચાર મહિના બાદ ઝડપી લીધો છે. અગાઉ બી ડિવિઝન પોલીસ મથકમાં વિદેશી દારૂના ગુનામાં તેમજ આજી ડેમ પોલીસ મથકના હત્યાની કોશિશના ગુનામાં સંત કબીર રોડ, ભગીરથ સોસાયટી-7માં રહેતો પ્રતિક દિલીપ ચંદારાણા નાસતો ફરતો હતો. પોલીસથી બચવા સતત નાસતો ફરતો આરોપી પ્રતિક ચંદારાણા કાલાવડ ગામે હોવાની એલસીબી ઝોન-1ને માહિતી મળી હતી. જે માહિતીના આધારે તુરંત ટીમ કાલાવડ ગામે દોડી જઇ પ્રતિક ચંદારાણાને સકંજામાં લીધો હતો. પોલીસને હાથતાળી આપતા પ્રતિક સામે 2014થી 2024 વચ્ચે પ્રોહિબિશન, ધમકી, હત્યાની કોશિશ સહિત 11 ગુના નોંધાયા છે. પકડાયેલા પ્રતિકને બી ડિવિઝન અને આજી ડેમ પોલીસના હવાલે કરવાની તજવીજ હાથ ધરી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.