સાબરકાંઠા જિલ્લાની તમામ આઈ ટી આઈ મા એડમિશનનો ચોથો રાઉન્ડ શરૂ - At This Time

સાબરકાંઠા જિલ્લાની તમામ આઈ ટી આઈ મા એડમિશનનો ચોથો રાઉન્ડ શરૂ


સાબરકાંઠા જિલ્લાની તમામ ITI માં એડમિશનનો ચોથો રાઉન્ડ શરૂ

સાબરકાંઠા જિલ્લાની તમામ સરકારી ,ગ્રાન્ટઇન એઇડ અને સેલ્ફ ફાઇનાન્સ ITIમાં પ્રવેશ માટેના ચોથા રાઉન્ડની શરૂઆત કરવામાં આવી છે .અગાઉના બધાજ રાઉન્ડના અંતે ખાલી રહેલ તમામ પ્રકારની અનામત કક્ષાની સીટો જનરલ કેટેગરીમાં કન્વર્ટ કરવામાં આવી છે .અને તે પ્રમાણે ખાલી રહેતી તમામ બેઠકોમાં આગામી તારીખ 31 ઓગસ્ટ સુધી જાહેર રજાના દિવસો સહિત દૈનિક રોજેરોજ મેરીટના ધોરણ પ્રમાણે એડમિશન આપવાના થાય છે . તો અગાઉ ફોર્મ ભરેલ હોય કે ના ભરેલ હોય તેવા તમામ પ્રવેશ મેળવવા માંગતા ધોરણ 10 પાસ કે નાપાસ ઉમેદવારોને જિલ્લાની જે સંસ્થા માં પ્રવેશ મેળવવા માંગતા હોય તેનો જરૂરી ડોક્યુમેન્ટ અને ફી સાથે રૂબરૂ સંપર્ક કરવા નોડલ કચેરી તરફથી જાણ કરવામાં આવે છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.