બોટાદમાં દિવ્યાંગો દ્વારા સંચાલિત પી.ડબ્લ્યૂ.ડી. મતદાન મથકની મુલાકાત લેતા જિલ્લા ચૂંટણી અધિકારી બી.એ.શાહ - At This Time

બોટાદમાં દિવ્યાંગો દ્વારા સંચાલિત પી.ડબ્લ્યૂ.ડી. મતદાન મથકની મુલાકાત લેતા જિલ્લા ચૂંટણી અધિકારી બી.એ.શાહ


જિલ્લા ચૂંટણી અધિકારીએ દિવ્યાંગ કર્મચારીઓના સ્વાસ્થ્યની પૃચ્છા કરી

જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર બી.એ.શાહે બોટાદમાં દિવ્યાંગો દ્વારા સંચાલિત પી.ડબ્લ્યૂ.ડી. મતદાન મથક 48-પાંચપડાની મુલાકાત લીધી હતી. જ્યાં તેમણે પ્રિસાઈડિંગ ઓફિસર અને કર્મચારીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ તકે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીએ દિવ્યાંગ કર્મચારીઓના સ્વાસ્થ્યની પૃચ્છા કરી હતી.106- ગઢડા વિધાનસભા વિસ્તારમાં અને 107- બોટાદ વિધાનસભા વિસ્તારમાં 1-1 મતદાન મથક સંપૂર્ણ રીતે દિવ્યાંગ કર્મચારીઓ દ્વારા કાર્યરત કરવામાં આવ્યા છે. જ્યાં મતદારોએ ઉત્સાહપૂર્વક પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.

બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.