કામ બાબતે ઝઘડો થતાં યુવકનું ઢીમ ઢાળ્યું. - At This Time

કામ બાબતે ઝઘડો થતાં યુવકનું ઢીમ ઢાળ્યું.


શહેરના માંજલપુર વિસ્તારમાં એકજ રૂમમાં રહેતા અને એકજ હોસ્પિટલમાં વેઇટર તરીકે નોકરી કરતા બે મિત્રો વચ્ચે કામ બાબતે ઝઘડો થયો હતો. ઝઘડામાં એક મિત્રએ બીજા મિત્રના ગળામાં તિક્ષ્ણ હથિયારના ઘા મારી ક્રૂર હત્યા કરતા સનસનાટી મચી ગઇ હતી. આ ઘટનામાં પોલીસે હત્યારો વડોદરા છોડી ફરાર થઇ જાય તે પહેલાં સ્ટેશન ખાતેથી ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.મળેલી માહિતી પ્રમાણે શહેરના માંજલપુર વિસ્તારમાં સરસ્વતી ચાર રસ્તા પાસે પાલિકાના ગાર્ડન પાસે એક ઓરડીમાં 22 વર્ષિય તેજલ અહેમદ અને સૈફુલ ઇસ્લામ રહેતા હતા. માંજલપુર વિસ્તારમાં આવેલી સનસનાઇ ગ્લોબલ હોસ્પિટલમાં વેઇટર તરીકે નોકરી કરતા હતા. નોકરીમાં કામને લઇને બંને વચ્ચે ઝઘડો થયો હતો. જેમાં સૈફુલ ઇસ્લામે તેના રૂમ પાર્ટનર અને મિત્ર તેજલ અહેમદના ગળામાં તીક્ષ્ણ હથિયારના ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધો હતો.


9664500152
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.