બોટાદમાં જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને કલેક્ટરશ્રીનાં માર્ગદર્શન અન્વયે પ્રતિદિન અવનવાં કાર્યક્રમોનું આયોજન - At This Time

બોટાદમાં જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને કલેક્ટરશ્રીનાં માર્ગદર્શન અન્વયે પ્રતિદિન અવનવાં કાર્યક્રમોનું આયોજન


જિલ્લાની બંને વિધાનસભા મતવિસ્તારમાં મહત્તમ મતદાન માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા વિવિધ સ્તરે મતદાન જાગૃતિ અભિયાન

ઝમરાળા ગામની શ્રી સર્વોદય વિદ્યાલયનાં વિદ્યાર્થીઓ દ્વારા મતદાન જાગૃતિ માટેના સંદેશા આપતી નિબંધ સ્પર્ધા યોજાઇ

વિધાનસભાની સામાન્ય ચૂંટણી-2022 અંતર્ગત નાગરીકો અચુક મતદાન કરે તે માટે સમગ્ર બોટાદમાં જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને કલેક્ટરશ્રીના માર્ગદર્શન અન્વયે પ્રતિદિન અવનવાં કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જિલ્લાની બંને વિધાનસભા મતવિસ્તારમાં મહત્તમ મતદાન થાય તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા વિવિધ સ્તરે મતદાન જાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. ત્યારે સ્વીપ પ્રવૃત્તિ અન્વયે બોટાદ જિલ્લાનાં ઝમરાળા ગામની શ્રી સર્વોદય વિદ્યાલયનાં વિદ્યાર્થીઓએ લોકશાહીનાં “અવસર”માં મહત્તમ લોકો પોતાનાં મતાધિકારનો ઉપયોગ કરી આ ઉજવણીમાં સહભાગી થાય તે માટે અનુરોધ કર્યો હતો.

શાળાનાં આચાર્ય અને શિક્ષકો દ્વારા મતદાન જાગૃતિ માટેના સંદેશા આપતી નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓએ નિબંધ લખીને મતદારોને મતદાનની પવિત્ર ફરજ નિભાવવા માટે સંદેશો પાઠવ્યો હતો. બોટાદ જિલ્લાની વિવિધ શાળાઓ દ્વારા મતદાન જાગૃતિ કાર્યક્રમનાં ભાગરૂપે રંગોળી સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા, સાયકલ રેલી જેવી અનેકવિધ પ્રવૃત્તિઓ યોજીને લોકોને મતદાન કરવા પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે.

બોટાદ બ્યુરો:ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.