શ્રી આદર્શ વિદ્યાલય,બોટાદ ખાતે મતદાર જાગૃતિ અભિયાન અંતર્ગત કરાયેલ કાર્યક્રમ યોજાયો - At This Time

શ્રી આદર્શ વિદ્યાલય,બોટાદ ખાતે મતદાર જાગૃતિ અભિયાન અંતર્ગત કરાયેલ કાર્યક્રમ યોજાયો


શ્રી આદર્શ વિદ્યાલય,બોટાદ ખાતે મતદાર જાગૃતિ અભિયાન અંતર્ગત કરાયેલ કાર્યક્રમનો અહેવાલ

જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર દ્વારા પ્રેરિત એવમ જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરી,બોટાદના નેજા હેઠળ મતદાર જાગૃતિ અભિયાનનું શ્રી આદર્શ વિદ્યાલય,બોટાદ ખાતે સફળ આયોજન કરવામાં આવ્યું હતું.આજના કાર્યક્રમમાં ઉપસ્થિત શાળાના મેનેજીંગ ટ્રસ્ટી,ડિસ્ટ્રિક્ટ કોચ, શાળાના આચાર્યઓ, શાળા સ્ટાફ,DLSS એવમ IN SCHOOL સ્ટાફ અને ખેલાડીઓની હાજરીમાં મતદાર જાગૃતિ અંતર્ગત આશાબેન દ્વારા ગીત રજુ કરવામાં આવ્યું.મેનેજીંગ ટ્રસ્ટી દ્વારા કાર્યક્રમમાં બંધારણનું અને મતનું મહત્વ સમજાવતા જણાવ્યું હતું કે રાષ્ટ્રના ઉત્થાનમાં માટે સૌ સહભાગી બની વર્તમાન સમયની માંગ પ્રમાણે 100% મતદાન કરે તે ખુબ જરૂરી છે.આચાર્ય દ્વારા પણ કાર્યક્રમ અનુરૂપ વક્તવ્ય અપાયું હતું ત્યારબાદ કન્વીનરઓની મદદ થકી વોલીબોલ અને કબડ્ડી રમતનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.