ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી – ૨૦૨૨ મતદાન મથકની અંદર મોબાઈલ ફોન સાથે પ્રવેશ કરી શકાશે નહી - At This Time

ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી – ૨૦૨૨ મતદાન મથકની અંદર મોબાઈલ ફોન સાથે પ્રવેશ કરી શકાશે નહી


બોટાદ જિલ્લા મેજીસ્ટ્રેટશ્રીએ પ્રસિધ્ધ કરેલું જાહેરનામું

વિધાનસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૨ માટેનું મતદાન તા.૦૧/૧૨/૨૦૨૨ ના રોજ યોજાનાર છે. મતદાનના દિવસે મતદારોના મતની ગુપ્તતા જળવાઈ રહે તેમજ મતદાનની પ્રક્રિયામાં કોઈ અવરોધ ઉભો ન થાય તથા જાહેર સલામતી જળવાઈ રહે તે માટે બોટાદ જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી બી.એ.શાહે તેમને મળેલ સત્તાની રૂએ એક જાહેરનામા દ્વારા મતદાન મથકની અંદર મોબાઈલ ફોન જેવા ઉપકરણો સાથે પ્રવેશ કરવા ઉપર પ્રતિબંધ મૂક્યો છે.
આ જાહેરનામામાં વધુમાં જણાવ્યા પ્રમાણે વિધાનસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૨ માટે બોટાદ જિલ્લામાં નક્કી થયેલ તમામ મતદાન મથકોમાં મતદાર એજન્ટ, ઉમેદવાર કે તેના ચૂંટણી એજન્ટ તેમજ સબંધિત મતદાન મથકમાં નોંધાયેલ મતદારો મોબાઈલ ફોન અથવા કોડલેસ અથવા વાયરલેસ ફોન સેટ અથવા વોકીટોકી અથવા કોઇપણ પ્રકારના કેમેરા સાથે તા. ૦૧/૧૨/૨૦૨૨ ના રોજ સવારના ૫:૦૦ થી મતદાન પૂર્ણ થાય ત્યાં સુધી પ્રવેશ કરી શકશે નહી.
આ પ્રતિબંધ મતદાન મથક પર ફરજ બજાવતા પ્રમુખ અધિકારીશ્રી, ચુંટણી ફરજ સોપાયેલ ઝોનલ અધિકારીશ્રી તથા ભારતના ચુંટણી પંચે નિયુક્ત કરેલ ચૂંટણી નિરીક્ષકશ્રીઓને લાગુ પડશે નહી. આ હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનારને ફોજદારી અધિનિયમની કલમ-૧૮૮ મુજબ સજા થશે.

બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.