ગીર સોમનાથ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને કલેકટરશ્રી આર.જી.ગોહિલે MCMC સેન્ટરની લીધી મુલાકાત* - *ચૂંટણી પંચની માર્ગદર્શિકા પ્રમાણે પેઈડ ન્યૂઝ પર રહેશે બાજનજર, ઈણાજ ખાતે MCMC સેન્ટર કાર્યરત* - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/eapn2kozv8kuiqez/" left="-10"]

ગીર સોમનાથ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને કલેકટરશ્રી આર.જી.ગોહિલે MCMC સેન્ટરની લીધી મુલાકાત* —— *ચૂંટણી પંચની માર્ગદર્શિકા પ્રમાણે પેઈડ ન્યૂઝ પર રહેશે બાજનજર, ઈણાજ ખાતે MCMC સેન્ટર કાર્યરત*


ગુજરાતના આંગણે લોકશાહીનું મહાપર્વ આવ્યું છે ત્યારે પેઈડ ન્યૂઝ અને જાહેરખબરો પર દેખરેખ રાખવા માટે ઈણાજ ખાતે મીડિયા સેન્ટર ઉભુ કરવામાં આવ્યું છે. ગીર સોમનાથ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને કલેકટરશ્રી આર.જી.ગોહિલે મીડિયા સર્ટિફિકેશન એન્ડ મોનિટરીંગ કમિટી એટલે કે MCMC સેન્ટરની મુલાકાત લીધી હતી.

આ મુલાકાતમાં જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને MCMC ના અધ્યક્ષશ્રી આર.જી.ગોહીલે ઈલેક્ટ્રોનિક મીડિયા, પ્રિન્ટ મીડિયા, ટીવી ચેનલ, કેબલ નેટવર્ક, ઓડિયો વિઝ્યુઅલ ડિસ્પ્લે પર પ્રસિદ્ધ થતી રાજકીય જાહેરખબરોનું પૂર્વ-પ્રમાણીકરણ, અને મોનીટરીંગ વગેરે બાબતો વિશે માર્ગદર્શન પુરું પાડીને જરૂરી સૂચનાઓ આપી હતી. ઉલ્લેખનીય છે કે, જિલ્લામાં રાજકીય પક્ષો કે દરેક ઉમેદવારો દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવતી રાજકીય જાહેરખબરોના આગોતરા પ્રમાણિકરણ અને મીડિયા પ્રમાણીકરણ અને દેખરેખ સમિતીની રચના કરવામાં આવે છે.

ચૂંટણી પંચની માર્ગદર્શિકા પ્રમાણે ઉપરોક્ત કમિટી કામગીરીની તૈયારીઓ વિશે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીએ બારીકાઈથી વિગતો મેળવી હતી. આ મુલાકાતમાં જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીને મીડિયા સર્ટિફિકેશન એન્ડ મોનિટરીંગ કમિટી(MCMC) દ્વારા થયેલ કાર્યો અને કરવામાં આવતી કામગીરી વિષે ઈન્ચાર્જ સહાયક માહિતી નિયામક શ્રી અશોકભાઈ સવસાણીએ માહિતગાર કર્યા હતા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]