ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી – ૨૦૨૨ જિલ્લામાં મૂક્ત - ન્યાયી અને શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન યોજાય તે માટે બોટાદ જિલ્લા મેજીસ્ટ્રેટશ્રીએ કરેલા પ્રતિબંધાત્મક હુકમો - At This Time

ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી – ૨૦૨૨ જિલ્લામાં મૂક્ત – ન્યાયી અને શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન યોજાય તે માટે બોટાદ જિલ્લા મેજીસ્ટ્રેટશ્રીએ કરેલા પ્રતિબંધાત્મક હુકમો


વિધાનસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૨ માટેનું મતદાન તા.૦૧/૧૨/૨૦૨૨ ના રોજ યોજાનાર છે. આ મતદાન મુક્ત – ન્યાયી અને શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય તેવો ચૂંટણી પંચનો અભિગમ રહેલો છે, જેને ધ્યાને લઈ મતદાનના દિવસે મતદાન કરવા જતા મતદારોને કોઈ ડર ન રહે તેમજ મતદાન કરવા કે ન કરવા બાબતે કોઈ દબાણ ન થાય, ચૂંટણીના સંદર્ભમાં ચૂંટણી સબંધી પ્રતિકો દર્શાવી મતદારોનું ધ્યાન ખેંચવામાં ન આવે તે જોવું જરૂરી હોઈ બોટાદ જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી બી.એ.શાહે એક જાહેરનામા દ્વારા રાજકિય પક્ષો કે ઉમેદવારોના કાર્યકરો વચ્ચે ઘર્ષણ થતું નિવારવા માટે અને મતદાન મથકોની આસપાસના વિસ્તારમાં જાહેર શાંતિ અને સલામતી તેમજ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી કેટલાક પ્રતિબંધો ફરમાવ્યા છે.
આ જાહેરનામાંમાં જણાવ્યા પ્રમાણે મતદાનના દિવસે મુકરર થયેલ મતદાન મથકના ૨૦૦ મીટરના વિસ્તારમાં ચૂંટણી સબંધિત બુથ ઉભા કરી શકાશે નહીં. ચૂંટણી એજન્ટ અથવા પક્ષના/ ઉમેદવારના કાર્યકર મતદાન મથકથી ૨૦૦ મીટરની બહાર મતદારોને નિયમોનુસારની સાદી મતદાર કાપલીના વિતરણ માટે એક ટેબલ અને મહતમ-બે ખુરશી રાખી શકશે,
મતદાનના દિવસે મતદાન મથકની આસપાસ ૧૦૦ મીટરના વિસ્તારમાં ચૂંટણી સંબંધી હેતુ માટે મોબાઇલ ફોન, કોર્ડલેસ ફોન અથવા વાયરલેસ ફોનસેટ અથવા વોકીટોકી જેવા વીજાણુ યંત્રોનો ઉપયોગ થઈ શકશે નહીં, અથવા આવા કોઇ ઉપકરણ લઇને પ્રવેશી શકશે નહિ અથવા હરીફરી શકાશે નહીં.
તેવી જ રીતે મતદાનના દિવસે ઉમેદવાર તથા ચુંટણી એજન્ટના મંજુરીવાળા ચુંટણી સબંધી વાહનોને પણ મતદાન પણ મતદાન મથકવાળા કંમ્પાઉન્ડમાં પ્રવેશ કરવા ઉપર પ્રતિબંધ રહેશે. વિધાનસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૨ અન્વયે આ જાહેરનામાનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર ઇસમો સામે આઇ.પી.સી કલમ-૧૮૮ મુજબ ફરિયાદ દાખલ કરવાની રહેશે.

બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.