ડોળીના આરોપીને પોકસો એકટ હેઠળ ૨૦ વર્ષની સજા ફટકારતી મહિસાગર કોર્ટ - At This Time

ડોળીના આરોપીને પોકસો એકટ હેઠળ ૨૦ વર્ષની સજા ફટકારતી મહિસાગર કોર્ટ


મહીસાગર જિલ્લાના ડોળી ગામ આરોપી અશ્વિનભાઈ બળવંતભાઈ ભુરીયાનાઓએ સને ૨૦૨૧માં સંતરામપુર તાલુકાની ૧૫ વર્ષની સગીરાને લલચાવી ફોસલાવી પટાવી ભગાડી જઈ યૌનશોષણ કરી ગુન્હો કરેલ હોય આરોપી વિરૂધ્ધ સંતરામપુર પોલીસ સ્ટેશનમાં પોકસો એકટ તેમજ ઈ.પી.કો. કલમ મુજબ ગુનો નોંધાયા બાદ મહીસાગરના એડીશ્નલ સેશન્સ જજની કોર્ટમાં સ્પે.પોકસો. કેસ શરૂ થયો હતો. આરોપી વિરૂધ્ધ સદર કેસ ચાલી જતા અને સરકાર તરફે સરકારી વકીલ જયવીરસિંહ જે. સોલંકીની ધારદાર દલીલોને ગ્રાહય રાખી સ્પે.પોકસો જજ અને એડીશ્નલ સેશન્સ જજ મમતાબેન એમ. પટેલે આરોપી વિરૂધ્ધ પુરતો પુરાવો હોય ઈ.પી.કો. કલમ તેમજ પોકસો એકટ હેઠળ આરોપી અશ્વિનભાઈ બળવંતભાઈ ભુરીયાનાઓને ૨૦ વર્ષની સખત કેદ અને દંડ ફટકારતો હુકમ કર્યો અને ભોગ બનનારને કાનુની સેવા સત્તા મંડળ મહીસાગરને રૂપિયા ત્રણ લાખ વળતર પેટે ચુકવવાનો હુકમ કર્યો હતો


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.