આખલા યુદ્ધે સામખિયાળીમાં એસટી રોડને બાનમાં લીધો - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/naqkmt6rrockjgyt/" left="-10"]

આખલા યુદ્ધે સામખિયાળીમાં એસટી રોડને બાનમાં લીધો


પૂર્વ કચ્છના જંકશન મથક સામખિયાળીમાં વધુ એક વખત રખડતા આંખલાઓનો ત્રાસ સામે આવ્યો છે. ગઇકાલ સાંજે ગામના મુખ્ય માર્ગ પર બે આંખલાઓ યુદ્ધે ચડ્યા હતા અને એસટી માર્ગને રીતસરનો બાનમાં લઈ ભયનો માહોલ સર્જી દીધો હતો. ખાસ કરીને રાહદારીઓ જીવના જોખમેં માર્ગ પસાર કરતા જોવા મળ્યા હતા. આંખલા યુદ્ધના અટકાવ માટે સ્થાનિક લોકોએ પાણી ઉડાવી શાંત કરવાના નિષફળ પ્રયાસો પણ કર્યા હતા. છતાં આંખલા યુદ્ધ ચાલુ રહ્યું હતું. અંતે બાદમાં એક ટ્રેકટર દ્વારા બન્નેને છુટા કરાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

ભચાઉ તાલુકાના સામખિયાળીમાં આંખલાઓનો ત્રાસ કાયમી રહેતો આવ્યો છે. જેના કારણે અહીં અવારનવાર જાહેર માર્ગ પર આંખલાયુદ્ધ ખેલાતું રહે છે. બે બળિયાઓની લડાઈમાં ક્યારેક લોકો પણ હડફેટે આવી જતા હોય છે. ખાસ કરીને રેલવેનું જંકશન મથક અને બબ્બે રાષ્ટ્રીય ધોરીમાર્ગ જ્યાંથી છુટા પડે છે એવા ઔદ્યોગિક એકમોથી ધમધમતા ગામમાં આસપાસના ગામડાઓના લોકોની હાજરી પણ વિશેષ રહેતી હોય છે. ત્યારે વર્ષ ૨૦૧૫ માં વર્તમાન સરપંચ જગદીશ મઢવીએ તત્કાલીન સમયે જાતે "૫૦૦ જેટલા આંખલાઓને ગામમાંથી ખદેડી ડીસા પાંજરાપોળ હવાલે કર્યા હતા, તેવીજ કાર્યવાહી ફરી થાય એવી લોકો માંગ કરી રહ્યા છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]